રિતિકા સાથે 6 વર્ષથી મિત્રતા, મેદાન પર પ્રપોઝ કર્યુ, પણ I LOVE YOU બોલી શક્યો નહીં, હરભજન સિંહના શો પર દિલ ખોલીને કરી વાત
ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ હાલમાં ક્રિકેટના મેદાનની બહાર પણ ચર્ચામાં છે. હરભજન સિંહ અને ગીતા બસરાના નવા યુટ્યુબ ચેટ શો ‘હૂ ઈઝ ધ બોસ’ ના પ્રથમ એપિસોડમાં રોહિત અને રિતિકા જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના લવ સ્ટોરી વિશે ખુલ્લા દિલે વાત કરી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ હાલમાં ક્રિકેટના મેદાનની બહાર પણ ચર્ચામાં છે. હરભજન સિંહ અને ગીતા બસરાના નવા યુટ્યુબ ચેટ શો ‘હૂ ઈઝ ધ બોસ’ ના પ્રથમ એપિસોડમાં રોહિત અને રિતિકા જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના લવ સ્ટોરી વિશે ખુલ્લા દિલે વાત કરી.
પહેલી મુલાકાત કેવી રીતે થઈ ?
એપિસોડની શરૂઆત જ એક રસપ્રદ ઘટના સાથે થઈ. રિતિકા સજદેહે જણાવ્યું કે જ્યારે તેણે પ્રથમવાર રોહિત શર્માને મળવાની વાત આવી, ત્યારે તેને એક લોન્ચ ઇવેન્ટમાં મોકલવામાં આવી હતી, જ્યાં રોહિત સોફા પર ઊંઘી રહ્યાં હતાં. આ પહેલી મુલાકાત બંનેના સંબંધની શરૂઆત બની.
છ વર્ષ સુધી રહી મિત્રતા
રિતિકા 2008થી રોહિતની મેનેજર તરીકે કામ કરતી હતી. દરમિયાન, ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી. રોહિતે જણાવ્યું કે, “અમે લગભગ છ વર્ષ સુધી ફક્ત મિત્રો જ રહ્યાં. તે મારા માટે ઘરે રાંધેલું ભોજન લાવતી, કારણ કે હોટલનું ખોરાક મને ભાવતું નહીં.” રિતિકાએ પણ પોતાનો સંવેદનશીલ અનુભવ શેર કર્યો અને કહ્યું, “ભલે અમે કામમાં વ્યસ્ત રહીએ, એકબીજાની હાજરી હંમેશા ખાસ લાગતી હતી.”
પ્રેમનો ઇઝહારમાં પણ ‘આઈ લવ યુ’ કહી શક્યો ન હતો
2014માં રોહિતે રિતિકા માટે પોતાના લાગણીઓ જાહેર કરવાનો નિર્ણય લીધો. બોરીવલી સ્ટેડિયમ, જ્યાંથી તેની ક્રિકેટ કારકિર્દી શરૂ થઈ હતી, ત્યાં જ તેણે રિતિકાને પ્રપોઝ કર્યું. તેણે કહ્યુ કે, “હું ઘૂંટણિયે પડ્યો, પણ જ્યારે બોલવાનો વારો આવ્યો, ત્યારે હું ‘આઈ લવ યુ’ કહી શક્યો નહીં. ફક્ત ‘આઈ યુ’ કહી દીધું.” રિતિકાએ હસતાં હસતાં ઉમેર્યું, “બાકીની વાત મેં કહી.”
મિત્રતાથી લગ્ન સુધીની સફર
રોહિત અને રિતિકા વચ્ચેની મિત્રતાની સફર સમય જતાં પ્રેમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આજે તેઓ બે સંતાનોના માતા-પિતા છે. રોહિતે કહ્યું, “અમે હંમેશા જાણતા હતાં કે આપણે સાથે જ રહેવુ છે.”
હરભજનની રમૂજી ટિપ્પણીઓએ શોમાં ઉમંગ ભર્યો
શોના દરમિયાન હરભજન સિંહે એક રમૂજી કિસ્સો યાદ કરતા કહ્યું, “જ્યારે હું મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતો હતો, ત્યારે રિતિકાને રોહિતને મળવા આવતા જોઈ હતી. ત્યારે કંઈ સમજાયો નહોતો, હવે ખબર પડી.” રિતિકાએ મજાકમાં જવાબ આપ્યો, “અમે તો ફક્ત મિત્રો હતાં, પણ હૃદયમાં કંઈક બીજું ચાલતું હતું.”
વીડિયો વાયરલ થયો
‘હૂ ઈઝ ધ બોસ’ શોનું ટીઝર ગયા અઠવાડિયે જ વાયરલ થઈ ગયું હતું. શોમાં રોહિત અને રિતિકાની Chemistry, યાદગાર પળો અને હરભજનની હાસ્યપ્રદ ટિપ્પણીઓ દર્શકોને ભાવનાત્મક પણ બનાવી રહી છે.
