Khelo India વિન્ટર ગેમ્સ 26 ફેબ્રુઆરીથી ગુલમર્ગમાં શરૂ થશે, પીએમ મોદી ઈ-ઉદઘાટન કરશે

|

Feb 25, 2021 | 5:55 PM

Khelo India  વિન્ટર ગેમ્સ સતત બીજા વર્ષે શુક્રવારથી જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં શરૂ થશે. જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમ દ્વારા ઉદઘાટન કરશે. ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સમાં જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ વેકેશન સાઈટના બરફના ઢોળાવ પર ત્રણ દિવસીય રમતગમત પ્રવૃત્તિઓનો પ્રારંભ થશે.

Khelo India  વિન્ટર ગેમ્સ 26 ફેબ્રુઆરીથી ગુલમર્ગમાં શરૂ થશે, પીએમ મોદી ઈ-ઉદઘાટન કરશે

Follow us on

Khelo India  વિન્ટર ગેમ્સ સતત બીજા વર્ષે શુક્રવારથી જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં શરૂ થશે. જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમ દ્વારા ઉદઘાટન કરશે. ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સમાં જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ વેકેશન સાઈટના બરફના ઢોળાવ પર ત્રણ દિવસીય રમતગમત પ્રવૃત્તિઓનો પ્રારંભ થશે. જેમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 1200 રમતવીરો ભાગ લેશે.

Khelo India   કાર્યક્રમ 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન યોજાશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા આયોજિત મેગા ઇવેન્ટનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ અને જમ્મુ કાશ્મીર વિન્ટર ગેમ્સ એસોસિએશનના સહયોગથી કરવામાં આવનાર છે. કાશ્મીરી યુવાનોને રમતમાં પ્રોત્સાહિત કરવા અને તેમની સાથે સકારાત્મક સંપર્ક સ્થાપિત કરવાના પ્રયત્નોમાંનો આ એક છે. આ રમતોમા સ્નોશૂ રેસિંગ, આઈસ સ્કેટિંગ, આઇસ હોકી, સ્નોબોર્ડિંગ, નોર્ડિક સ્નોબોર્ડિંગ, સ્નોબોર્ડિંગ, સ્કી પર્વતારોહણ વગેરેનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કાઉન્સિલ સેક્રેટરી નઝહત ગુલે જણાવ્યું હતું કે આર્મી અને જવાહર ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટનેઇરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સના રમતવીરો પણ રમતોમાં ભાગ લઈ શકે છે. આ પ્રસંગે અસંખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી શકે છે, જેમાં વંશીય ખોરાક અને દેશી હસ્તકલાની વિપુલતા શામેલ હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે અગાઉ 2020 માં ખેલ ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 900 થી વધુ રમતવીરોએ તેમાં ભાગ લીધો હતો.

Next Article