AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup માં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ આમને-સામને, યુપી-બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

ભારત- પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં શરૂઆતની મેચ ભારત હારી જતા પંજાબની એક એન્જિનિયરિંગ કોલેજમાં યુપી અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે.આ સમગ્ર ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

T20 World Cup માં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ આમને-સામને, યુપી-બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 6:08 PM
Share

IND vs PAK:  ભારત પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળ્યો.પરંતુ કેટલાક લોકો જોશમાં આવીને પોતાના હોંશ ખોય બેસે છે, ત્યારે પંજાબની એન્જિનિયરિંગ કોલેજમાં આવી જ એક ઘટના સામે આવી છે. ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચ ભારત હારી ગયુ છે. જેને લઈને પંજાબની ગુરદાસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (Gurdas Institute of Engineering and Technology) કેમ્પસમાં વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કર્યો.

ઉતરપ્રદેશ અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો

કથિત રીતે નારાજ થયેલા ઉતરપ્રદેશ (Uttar Pradesh)  અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે (Punjab police) પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી.

ઘટનામાં છ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

કાશ્મીરના વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશ અને બિહારના (Bihar) કેટલાક સાથી વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં ઘુસીને તેના પર હુમલો કર્યો હતો. મળતા અહેવાલ અનુસાર આ ઘટનામાં કુલ છ કાશ્મીરી વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ વિદ્યાર્થીઓની ટીકા કરી

આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ (Salman Nazami) ટ્વિટ કરીને લખ્યુ કે, અમે પણ ભારતીય છીએ, યુપીના ગુંડાઓ દ્વારા ક્રિકેટ મેચ પર શા માટે કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવે છે !

જુઓ 

કાશ્મીર સ્ટુડન્ટ એસોસિયેશનના પ્રવક્તા નાસિર ખુહેમીએ વ્યક્ત કરી નારાજગી

ઉપરાંત જમ્મુ – કાશ્મીર સ્ટુડન્ટ એસોસિયેશનના પ્રવક્તા નાસિર ખુહેમીએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું કે, “સાંગુર પંજાબ અને ખરાર મોહાલીમાં હુમલો કરવામાં આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓએ મને કહ્યું કે તેઓને માત્ર સ્થાનિકો અને પંજાબી વિદ્યાર્થીઓએ બચાવ્યા. બિહાર-યુપી વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં ઘૂસીને તેમને માર માર્યો.

આ પણ વાંચો: T20 World Cup 2021:પાકિસ્તાન સામેની હાર બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, માથું પકડીને પત્રકારને કહ્યું અવિશ્વસનીય

આ પણ વાંચો:  IND vs PAK: રોહિત-રાહુલ ફેઇલ અને કંગાળ બોલીંગ પ્રદર્શને બગાડી દીધો ખેલ, ભારતની ઐતિહાસિક હાર માટેના આ રહ્યા કારણો

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">