ઇશાંત શર્માએ 100 ટેસ્ટના મુકામે પહોંચવાના બતાવ્યા રાઝ, શ્રેષ્ઠ કેપ્ટનને લઇને પણ કહ્યુ આમ

કપિલ દેવ (Kapil Dev) બાદ સો ટેસ્ટ રમવા વાળા બીજો ભારતીય બોલર બનવાના મુકામ પર ઇશાંત શર્મા (Ishant Sharma) આવી પહોંચ્યો છે. તેણે કહ્યુ હતુ કે તેનુ આટલુ લાંબુ ટેસ્ટ કેરિયર એટલા માટે થઇ શક્યુ છે કે, તે સમજતો હતો કે કેપ્ટન તેના થી શુ અપેક્ષા રાખે છે.

ઇશાંત શર્માએ 100 ટેસ્ટના મુકામે પહોંચવાના બતાવ્યા રાઝ, શ્રેષ્ઠ કેપ્ટનને લઇને પણ કહ્યુ આમ
Ishant Sharma
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Feb 23, 2021 | 9:03 AM

કપિલ દેવ (Kapil Dev) બાદ સો ટેસ્ટ રમવા વાળા બીજો ભારતીય બોલર બનવાના મુકામ પર ઇશાંત શર્મા (Ishant Sharma) આવી પહોંચ્યો છે. તેણે કહ્યુ હતુ કે તેનુ આટલુ લાંબુ ટેસ્ટ કેરિયર એટલા માટે થઇ શક્યુ છે કે, તે સમજતો હતો કે કેપ્ટન તેના થી શુ અપેક્ષા રાખે છે. ઇશાંત એ બાંગ્લાદેશ સામે 18 વર્ષની ઉંમરે રાહુલ દ્રાવિડ (Rahul Dravid) ની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેના બાદ તે અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે ની કેપ્ટનશીપમાં પણ મેચ રમ્યો હતો.

કયા કેપ્ટને તેને સારી રીતે સમજ્યો હતો તે પ્રશ્નના જવાબમાં તેણે કહ્યુ કે, એ કહેવુ મુશ્કેલ છે કે, કયા કેપ્ટન તેમને સારી રીતે સમજી શક્યા. પરંતુ બધા મને સારી રીતે સમજ્યા હતા. કેપ્ટન મને કટલો સમજે છે, તેના કરતા વધારે એ વાત જરુરી હતી કે હું કેપ્ટનને સારી રીતે સમજુ. તે ખૂબ મહત્વનુ છે કે, કેપ્ટન મારાથી શુ ઇચ્છે છે. એ સ્પષ્ટ થવા પર સંવાદ આસાન થઇ શકે છે.

અત્યાર સુધીમાં 99 ટેસ્ટ માં 302 વિકેટ ઝડપનારા ઇંશાત શર્મા મર્યાદિત ઓવરની ટીમનો હિસ્સો નથી. આઇપીએલમાં પણ કેટલાક સત્રની બહાર રહ્યો હતો. શુ તેના થી પણ ટેસ્ટ ક્રિકેટમાં કેરિયર લાંબુ કરવાનો મોકો મળ્યો હતો કે કેમ તેવા સવાલનો પણ તેણે જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે અભિશાપ વરદાનના રુપે લઉ છુ. એમ નથી કે, મર્યાદિત ઓવરોની ક્રિકેટ રમવા નથી ઇચ્છતો, પરંતુ જ્યારે રમવાનો મોકો નથી મળતો તો અભ્યાસ જારી રાખો. હું નથી ઇચ્છતો કે વન ડેમાં તક નહી મળવાને લઇને, ટેસ્ટ ક્રિકેટના પ્રદર્શન પર અસર પડે. ઓછામાં ઓછુ મારે આભારી રહેવુ જોઇએ કે હું એક ફોર્મેટ તો રમુ છું. એનો મતલબ એ નથી કે જો ત્રણેય ફોર્મેટ રમતો તો હું 100 ટેસ્ટ ના રમી શકતો. કદાચ થોડો સમય વધારે લાગતો, હાલમાં હુ 32 વર્ષનો છુ. 42 નો નહી.

શુ કપિલ દેવ નો 131 ટેસ્ટ નો રેકોર્ડ તેમના લક્ષ્ય પર છે, તેવા સવાલના જવાબ પર કહ્યુ તેના માટે સમય લાગશે. હાલમાં હું વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના અંગે વિચાર કરુ છુ. આ મારો વિશ્વકપ છે, તેને જીતીને વન ડે વિશ્વ કપ જીતવા વાળો જ અનુભવ થશે. જીમી એન્ડરસન 38 વર્ષની ઉમરે પણ રમી રહ્યો છે. તે પણ તેની જેમ કરી શકે છે કે કેમ ? જે ના જવાબમાં ઇશાંત એ કહ્યુ હતુ કે, 38 વર્ષ. હું એક સમયે એક મેચ વિશે વિચારી શકુ છુ. તમને ખ્યાલ નથી હોતો તે આગળ શું થવાનુ છે. હવે હું રિકવરીને લઇને વધારે પ્રોફેશનલ છુ. પહેલા ખૂબ અભ્યાસ કરતો હતો, પરંતુ રિકવરી પર ધ્યાન નહોતો આપતો. ઉંમરની સાથે શરીરનુ પણ ધ્યાન રાખવુ જરુરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati