World Cup માં જીતેલા પૈસા ખરેખર ખેલાડીઓને મળે છે ? જાણો શું છે નિયમ

|

Jun 30, 2024 | 8:01 PM

ICCએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત સમયે ઈનામની રકમની જાહેરાત કરી હતી. આ વખતે T20 વર્લ્ડ કપ માટે અંદાજે 93.5 કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાઇનલમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે.

World Cup માં જીતેલા પૈસા ખરેખર ખેલાડીઓને મળે છે ? જાણો શું છે નિયમ
World Cup

Follow us on

વર્ષોની રાહ જોયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. પરંતુ સવાલ એ છે કે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમને કેટલી ઈનામી રકમ મળી છે અને શું તે ખેલાડીઓમાં સમાન રીતે વહેંચવામાં આવી છે. શું તમે જાણો છો કે આ અંગેના નિયમો શું છે ?

T20 World Cup

આ વખતે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. કારણ કે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી અને ફાઇનલમાં પણ ટ્રોફી જીતી હતી. ફાઈનલ મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વિનર અને રનર અપને એટલા કરોડ રૂપિયા મળ્યા

તમને જણાવી દઈએ કે ICCએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત સમયે ઈનામની રકમની જાહેરાત કરી હતી. આ વખતે T20 વર્લ્ડ કપ માટે અંદાજે 93.5 કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાઇનલમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. જ્યારે રનર અપ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને 10.64 કરોડ રૂપિયા મળ્યા છે.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

આ સિવાય સેમિફાઈનલમાં હારેલી ટીમોને પણ મોટી ઈનામી રકમ મળી છે. સેમિફાઇનલમાં હારેલી ટીમોને 6.55-6.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો સુપર-8માં પોતાની સફર પૂરી કરનારી ટીમોને 3.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી તરફ ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ટીમોને 25.9 લાખ રૂપિયા મળ્યા છે.

ઈનામી રકમ ખેલાડીઓમાં વહેંચવામાં આવે છે

મળતી માહિતી મુજબ, કોઈપણ ટૂર્નામેન્ટની જીત બાદ ઈનામની રકમ ખેલાડીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. આ તમામ ખેલાડીઓ વચ્ચે સમાન રીતે વહેંચાવામાં આવશે. જો કે, આ સિવાય મેન ઓફ ધ મેચની રકમ મેચ જીતનાર ખેલાડીને જ આપવામાં આવે છે.

આ પણ વાંચો રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર PM મોદીએ કર્યું ટ્વિટ, નિવૃત્તિ પર કહી આ મોટી વાત

 

Next Article