IPL Auction 2021: BCCI એ બનાવ્યા છે આ પાંચ નિયમો, જેનું ફેંન્ચાઇઝી એ કરવુ પડશે પાલન, જાણો

|

Feb 18, 2021 | 1:23 PM

ચેન્નાઇમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને ઓકશન (IPL Auction) આજે યોજાનાર છે. આઇપીએલ ની 14 મી સિઝનના ઓકશનને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નિયમો (Auction Rules) ને બનાવ્યા છે.

IPL Auction 2021: BCCI એ બનાવ્યા છે આ પાંચ નિયમો, જેનું ફેંન્ચાઇઝી એ કરવુ પડશે પાલન, જાણો
કોઇ પણ ટીમ પોતાના પર્સ કરતા વધુ રકમ ખર્ચ કરી શકતી નથી.

Follow us on

ચેન્નાઇમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને ઓકશન (IPL Auction) આજે યોજાનાર છે. આઇપીએલ ની 14 મી સિઝનના ઓકશનને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નિયમો (Auction Rules) ને બનાવ્યા છે, જેનુ પાલન આઇપીએલની આઠેય ફેન્ચાઇઝીઓએ કરવાનુ રહેશે. કોઇ ટીમોને વધારે ખેલાડીઓની જરુર છે, તો કોઇને ઓછા ખેલાડીઓની જરુર છે. BCCI એ ખેલાડીઓને ઓકશન માટે શોર્ટલીસ્ટ પણ કર્યુ છે. જોકે કોઇ પણ ટીમ પોતાના પર્સ કરતા વધુ રકમ ખર્ચ કરી શકતી નથી.

નિયમ-01: કોઇ પણ ફ્રેંન્ચાઇઝીને પોતાના પર્સ બેલેન્સ કરતા વધારે ખેલાડીને ખરીદવાની છુટ નથી. ખેલાડીઓને ખરિદવા માટે પ્રત્યેક ફ્રેન્ચાઇઝીઓને કુલ 85 કરોડ રુપિયા નક્કિ કરવામાં આવ્યા હતા. પંજાબ પાસે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે 53.2 કરોડ રુપિયા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ પાસે સૌથી ઓછી રકમ છે.

નિયમ-02: ખર્ચ કરાનારા કુલ પૈસાથી પ્રત્યેક ફેન્ચાઇઝીએ ઓછામાં ઓછી 75 ટકા રકમ ખર્ચ કરવી પડશે. આવી સ્થિતીમાં જો કોઇ ફેન્ચાઇઝી 70 ટકા રકમ જ ખર્ચ કરે છે, તો બાકીની પાંચ ટકા રકમ બીસીસીઆઇ પાસે જશે. પંજાબ, આરસીબી અને રાજસ્થાન રોયલ્સ બજેટના હિસાબથી મોટા ખેલાડીઓ સાઇન કરી શકે છે, જેથી 75 ટકાની મર્યાદા જાળવી શકાશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

નિયમ-03: રાઇટ ટુ મેચ (RTM) કાર્ડનુ વિકલ્પ ફેંન્ચાઇઝી પાસે ઉપલબ્ધ નહી હોય, જેનો અર્થ છે કે તે અન્ય ફ્રેંન્ચાઇઝીની બોલીનુ મેળાપ નહી કરી શકે. સાથે જ આ ઓકશન પહેલા રિલીઝ કરેલા ખેલાડીને ફરીથી સાઇન કરી શકાશે નહી. એક રિલીઝ કરેલા ખેલાડીને ફરીથી સાઇન કરવા માટે ફેંન્ચાઇઝીએ ફરીથી બોલીમાં સામેલ થવુ પડશે.

નિયમ-04: બીસીસીઆઇ દ્વારા સ્ક્વોડની સ્ટ્રેન્થ અંગે ઓછામાં ઓછી અને વધુમાં વધુ મુજબ કેપિંગ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આમ પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કોઇ પણ સંજોગોમાં 25 થી વધારે રાખી શકાશે નહી. જ્યારે પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની ઓછોમાં ઓછી સંખ્યા 18 રાખવી ફરજીયાત છે. વિરાટ કોહલીની આરસીબી ટીમ આ ઓકશનમાં સૌથી વધુ ખાલી સ્લોટ ધરાવે છે. જ્યારે ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદમાં સૌથી ઓછા સ્લોટ માત્ર 3 જ છે.

નિયમ-05: ભારતીય અને વિદેશી પ્રતિભાઓના હસ્તાક્ષર પર બીસીસીઆઇ દ્વારા કેપિંગ પણ નિર્ધારીત કરવામા આવી છે. પ્રત્યેક ફેંન્ચાઇઝીમાં વધારેમાં વધારે 25 ભારતીય ખેલાડી અને ઓછામાં ઓછા 17 ભારતીય ખેલાડી હોઇ શકે છે. આમ પ્રત્યેક ફેન્ચાઇઝી ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડી રાખી શકાય છે. જ્યારે તેની નિચલી મર્યાદા પર કોઇ કેપિંગ નથી.

Published On - 11:31 am, Thu, 18 February 21

Next Article