ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો, IPL 2024માં કરશે ટીમની કપ્તાની
IPL 2024માં ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો છે, હાર્દિક પંડ્યા IPL 2024માં ગુજરાત ટાઈટન્સની કપ્તાની કરતો જોવા મળશે. છેલ્લા બે દિવસથી સતત એ વાત ચર્ચામાં હતી કે હાર્દિક પંડયા આગામી IPLમાં તેની જૂની ટીમ એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. જોકે IPL 2024 રીટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ આ અફવાઓ પર પૂર્ણવિરામ લાગ્યો હતો.

IPL 2024માં ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો છે, હાર્દિક પંડ્યા IPL 2024માં ગુજરાત ટાઈટન્સની કપ્તાની કરતો જોવા મળશે. ગુજરાત ટાઈટન્સ તરફથી જાહેર કરવામાં આવેલ લિસ્ટમાં હાર્દિકને કેપ્ટન તરીકે જ દર્શાવવામાં આવતા અંતે હાર્દિકના ગુજરાતમાંથી ટ્રેડ થઈ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાની તમામ અટકળો પણ પૂર્ણવિરામ લાગી ગયો છે.
ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો
જે ડીલ પર બધાની નજર હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા અને ચાહકોને હચમચાવી દીધા હતા તે થયું નહીં. IPL 2024ની ટ્રેડિંગ વિન્ડોના સૌથી મોટા સમાચાર બનેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન અને સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને તેની ટીમે જાળવી રાખ્યો છે.
GUJARAT TITANS HAS RETAINED HARDIK PANDYA FOR IPL 2024…!!!!! (Star Sports) pic.twitter.com/57gzhiLNNR
— CricketMAN2 (@ImTanujSingh) November 26, 2023
મુંબઈમાં ટ્રેડ થવાની અફવાઓ પર પૂર્ણવિરામ લાગ્યો
છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે હાર્દિક ફરી એકવાર તેની જૂની ટીમ મુંબઈમાં પાછો ફરવા જઈ રહ્યો છે અને એવું માનવામાં આવી રહ્યું હતું કે 26મી ડિસેમ્બરના રોજ રિટેન્શન ડેડલાઈન ડે પર તેની જાહેરાત કરવામાં આવશે, પરંતુ સૌને આશ્ચર્યમાં મૂકી દેતાં ગુજરાતે હાર્દિકની વાપસીની જાહેરાત કરી હતી.
Gujarat retained & released players list. [Star Sports] pic.twitter.com/6Z65I5myAN
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
સતત ત્રીજી સિઝનમાં હાર્દિક ગુજરાતનો કેપ્ટન
2022માં ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળનાર હાર્દિક પંડ્યા સતત 2 સિઝન સુધી ટીમનો કેપ્ટન હતો અને ટીમને સફળતા પણ મળી હતી. જોકે, રિટેન્શન ડેડલાઈનના માત્ર 2 દિવસ પહેલા જ અચાનક સમાચાર આવવા લાગ્યા કે હાર્દિક તેની જૂની ટીમ મુંબઈમાં પાછો ફરવા જઈ રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હાર્દિક અને ગુજરાત ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદો હતા, જેના કારણે હાર્દિક મુંબઈ પાછો જતો રહ્યો હતો.
