IPL 2022 PBKS vs LSG Live Streaming: કોણ જીતશે લખનઉ કે પંજાબ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

Punjab Kings vs Lucknow Super Giants, LIVE Streaming:પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં ચાર મેચ જીતી છે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ની ટીમ પાંચ મેચ જીતી છે.

IPL 2022 PBKS vs LSG Live Streaming: કોણ જીતશે લખનઉ કે પંજાબ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ
Punjab Kings vs Lucknow Super GiantsImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 3:11 PM

IPL 2022માં શુક્રવારે 42મી મેચ રમાશે જેમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામસામે ટકરાશે. પ્રથમ વખત લીગમાં ભાગ લઈ રહેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સારી લયમાં છે. બીજી તરફ પંજાબ કિંગ્સે (Punjab Kings) ટોપ ફોર રેસમાં પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે. પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ લગભગ સમાન છે. આ મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ (Mayank Agarwal) બંને નજીકના મિત્રો છે પરંતુ તેઓ શુક્રવારે એકબીજા સામે ટકરાશે.

પંજાબ કિંગ્સની ટીમે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. શિખર ધવનના અણનમ 88 રન બાદ છેલ્લી ઓવરોમાં ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનથી પંજાબ કિંગ્સે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે ચાર વિકેટે 187 રન બનાવ્યા બાદ ચેન્નાઈના દાવને 176 રન પર રોકીને સિઝનની તેમની ચોથી જીત નોંધાવી હતી. મેચમાં ફરી એક વાર નજર અર્શદીપ પર રહેશે, જે સારી લયમાં છે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL-2022ની મેચ ક્યારે રમાશે?

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

IPL-2022ની મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શુક્રવાર, 29 એપ્રિલના રોજ રમાશે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે અને મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

  પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું લાઇવ સ્ટ્રીમિંગ ઑનલાઇન ક્યાં જોઈ શકું?

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય   tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

IPL 2022: ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી છતાય હાર્દિક પંડ્યાની પત્નિ નતાશા રડમસ બની ગઈ, જાણો કેમ

g clip-path="url(#clip0_868_265)">