AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઓક્શનમાં સામેલ થઈ શકે છે આવા ચમકતા સિતારાઓ, અર્જૂન તેંડુલકર અને શ્રીસંત પણ રેસમાં

IPL 2021ની 14મી સિઝન માટે આગામી 18મી ફેબ્રુઆરીએ ઓકશન યોજાશે. IPLએ પોતાના ટ્વીટર હેંડલ મારફતે જાણકારી આપી છે.

IPL 2021: ઓક્શનમાં સામેલ થઈ શકે છે આવા ચમકતા સિતારાઓ, અર્જૂન તેંડુલકર અને શ્રીસંત પણ રેસમાં
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2021 | 11:26 PM
Share

IPL 2021ની 14મી સિઝન માટે આગામી 18મી ફેબ્રુઆરીએ ઓકશન યોજાશે. IPLએ પોતાના ટ્વીટર હેંડલ મારફતે જાણકારી આપી છે. ટ્વીટ મારફતે માહિતી આપી છે કે, આગામી હરાજીમાં 1,097 ખેલાડીઓ સામેલ થશે. IPLનું આ ઓકશન (Auction 2021) ખૂબ જ રોમાંચક રહેવાની આશા દર્શાવી રહ્યુ છે. ઓક્શનમાં સ્ટીવ સ્મિથ (Steve Smith), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા મોટા નામો પર પણ બોલી લાગશે. હાલમાં જ બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, આ વર્ષે IPLને ભારતમાં જ આયોજન કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. બીજા દેશમાં આયોજન કરવા અંગે વિચારવામાં આવી રહ્યુ નથી. આવા કેટલાક મોટા નામ જોઈએ કે જે IPL ઓકશનમાં ચમકતા રહેશે.

સ્ટીવ સ્મિથઃ પાછલા વર્ષની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની કેપ્ટનશીપ નિભાવી હતી. તેને રાજસ્થાને રિલીઝ કરી દીધો હતો. એટલે કે સ્મિથ આ વખતના ઓક્શનમાં સામેલ થશે. સ્મિથ ભલે T20ના વિસ્ફોટક બેટ્સમેન ના માનવામાં આવતા હોય, પરંતુ તે વચ્ચેની ઓવરોમાં રમતને સંભાળી અન્ય ખેલાડીને ખુલીને રમવા માટે મોકો જરુર ઉભો કરે છે.

ગ્લેન મેક્સવેલઃ ઓસ્ટ્રેલિયાના શાનદાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું ગત IPLમાં પ્રદર્શન બિલકુલ કંગાળ રહ્યુ હતુ. તેણે તમામ લીગ મેચ રમી હતી તેમ છતાં પણ તેના બેટથી એક પણ છગ્ગો નીકળી શક્યો નહોતો. જો કે IPL ખતમ થયા બાદ તેણે ભારત સામે વન ડે અને T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વન ડે સિરીઝમાં તેના બેટથી 86 બોલમાં 167 રન નીકળ્યા હતા તો T20 સિરીઝમાં તેણે 52 બોલમાં 78 રન બનાવ્યા હતા. મેક્સવેલ T20ના બેહદ વિસ્ફોટક બેટ્સમેન માનવામાં આવે છે. તેની પર પૈસાનો ફરી એક વાર વરસાદ થાય તો નવાઈ નહીં.

અર્જૂન તેંડુલકરઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની હાલની સિઝનમાં મુંબઈની સિનીયર ટીમના માટે ડેબ્યુ કરનારા અર્જૂન તેંડુલકર પ્રથમ વાર IPL ઓક્શનમાં નજરે ચઢશે. અર્જૂનનું હાલનું પ્રદર્શન સિનિયર લેવલ પર કંઈક ખાસ રહ્યુ નથી. જોકે મુંબઈ જેવી ટીમ તેની પર દાવ રમી શકે છે. અર્જૂને પોતાની બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા રાખી છે. અર્જૂન મુંબઈ ઈન્ડીયન્સની ટ્રેનિંગ સેશનમાં પાછલા વર્ષોમાં નજરે ચઢ્યો છે.

એસ શ્રીસંતઃ IPL 2013માં સ્પોટ ફિક્સીંગ વિવાદમાં નામ જોડાયા બાદ શ્રીસંત બરતરફ કરાયો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તેનો પ્રતિબંધ ખતમ થયો હતો, ત્યારબાદ તે હાલમાં જ મેદાનમાં જોવા મળ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન તે કેરળ તરફથી રમ્યો હતો. શ્રીસંતે IPL 2021ના ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈઝ 75 લાખ રુપિયા રાખી છે. આવામાં તે જોવુ રસપ્રદ રહેશે કે કઈ ટીમો વચ્ચે શ્રીસંતને ખરીદવા માટે હોડ લાગે છે.

આરોન ફિંચઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પોતાની આખરી સિઝન રમવાવાળા ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફિંચ પણ આ વર્ષે ઓકશનમાં સામેલ થશે. ફિંચનું પ્રદર્શન છેલ્લે યુએઈમાં ઠીક ઠાક રહ્યુ હતુ. ફિંચની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક ખેલાડીઓમાં કરવામાં આવે છે. તે કેટલીક ઓવરોમાં જ મેચને પલટી શકે છે. આવામાં ફિંચ માટે પણ ઓકશનમાં અનેક ટીમો વચ્ચે હરીફાઈ જામી શકે છે.

ક્રિસ મોરિસઃ દુનિયાભરના ક્રિકેટ ફેન્સને એ વાતનું આશ્વર્ય સર્જાયુ હતુ કે RCBએ તેને રિલીઝ કરી દીધો હતો. જો કે RCBની ટીમના ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસનએ તેની પ્રશંસા કરી હતી અને કહ્યુ કે, ઈજાને લઈને તેને રિલીઝ કરી દેવાયો હતો. તેનો મતલબ એ છે કે, ફોર્મ મોરિસના માટે પરેશાનીનું કારણ નથી. મોરિસ પાછલા વર્ષે RCB માટે 10 કરોડમાં ખરીદાયો હતો. IPL 2021ના ઓકશનમાં પણ મોરિસને ખૂબ મોટી રકમ મળી શકે છે. મોરિસની ખાસ વાત એ છે કે બેટ અને બોલ બંને રીતે કમાલ સર્જી શકે છે. તેને જોતા દરેક ટીમ તેને સ્થાન આપવા માટે મથશે.

હરભજનસિંહ, માર્ક વુડ, મોઈન અલીઃ IPLના ઓકશનમાં હરભજન, માર્ક વુડ અને મોઈન અલી જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે. હરભજન પાસે ખુબ અનુભવ છે. જ્યારે તે ભારતની દરેક પીચનો તે અનુભવ ધરાવે છે. ત્યારે માર્ક વુડ પણ કોઈપણ ટીમ માટે ઝડપી બોલર તરીકે શાનદાર વિકલ્પ છે. મોઈન અલી ખુબ જ વિસ્ફોટક બેટીંગ માટે જાણીતો છે. સાથે જ તે પોતાની સ્પિન બોલીંગના દમ પર મહત્વની વિકેટો પણ ઝડપી શકે છે.

આ પણ વાંચો: ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">