IPL 2021: ક્રિસ મોરિસના પૈસા અને ઇજ્જત પર સહેવાગે કરી મસ્ત ટ્વીટ, ખૂબ થવા લાગી વાયરલ, જુઓ

|

Apr 16, 2021 | 1:27 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) દરમ્યાન ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની એક ટ્વીટ ખૂબ વાયરલ થવા લાગી છે. હાલમાં લગભગ તમામ મેચ બાદ સહેવાગ ટ્વીટ કરે છે.

IPL 2021: ક્રિસ મોરિસના પૈસા અને ઇજ્જત પર સહેવાગે કરી મસ્ત ટ્વીટ, ખૂબ થવા લાગી વાયરલ, જુઓ
Sehwag'stweet on Chris Morris

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) દરમ્યાન ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની એક ટ્વીટ ખૂબ વાયરલ થવા લાગી છે. હાલમાં લગભગ તમામ મેચ બાદ સહેવાગ ટ્વીટ કરે છે. જેને ફેંસ દ્રારા ખૂબ પસંદ પણ કરવામા આવે છે. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે રમાયેલી મેચ બાદ તેણે ક્રિસ મોરિસ (Chris Morris) ને લઇને એક ટ્વીટ કરી હતી. જે ખૂબ જ વાયરલ થવા લાગી છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે રાજસ્થાન રોયલ્સએ અંતિમ બે બોલમાં પાંચ રન બનાવવાના હતા. ત્યારે કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson) એ સિંગલ લેવા થી ના ભણી દીધી હતી. જેને લઇને ખૂબ ચર્ચા પણ થઇ હતી. દિલ્હી કેપિટલ્સ સામે મોરિસ એ 18 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. જેમાં ચાર છગ્ગા પણ સામેલ હતા. મોરિસ એ છગ્ગા સાથે ટીમને જીત પણ અપાવી હતી. જેના બાદ સહેવાગ એ તેને લઇને મજેદાર ટ્વીટ કર્યુ હતુ.

સહેવાગ એ પ્રથમ મેત અને બીજી મેચ ની ક્રિસ મોરિસની બંને તસ્વીરો શેર કરી હતી. અને સાથે જ લખ્યુ હતુ કે, ફોટો-01 પાછળની મેચની: પૈસા મળ્યા પણ ઇજ્જત નહી. ફોટો-02, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચઃ આને કહેવાય ઇજ્જત, ઇજ્જત પણ, પૈસા પણ, શાબાસ ક્રિસ મોરિસ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દિલ્હી કેપિટલ્સ એ પ્રથમ બેટીંગ કરતા મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 20 ઓવરના અંતે 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ એ 42 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જે પરિસ્થિતી મુજબ દિલ્હી કેપિટલ્સ આસાની થી આ મેચને પોતાના પક્ષમાં કરી લેશે એમ લાગી રહ્યુ હતુ. જોકે ડેવિડ મિલર અને ક્રિસ મોરિસ એ ટીમને શાનદાર જીત અપાવી હતી. આઇપીએલ 2021 ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ પ્રથમ જીત હતી.

Published On - 1:27 pm, Fri, 16 April 21

Next Article