AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPl 2021: દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર, ધોનીની ટીમ ચેન્નાઈ તળીયે

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ ચુકી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Punjab Kings) સિવાયની અન્ય છ ટીમો તેમની એક એક મેચ રમી ચુક્યા છે.

IPl 2021: દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર, ધોનીની ટીમ ચેન્નાઈ તળીયે
Rishabh Pant-MS Dhoni
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 12, 2021 | 4:20 PM
Share

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ ચુકી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Punjab Kings) સિવાયની અન્ય છ ટીમો તેમની એક એક મેચ રમી ચુક્યા છે. ત્રણ મેચ બાદ આઈપીએલ 2021 પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટોચ પર છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અંતિમ સ્થાન પર છે. રવિવારે કલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રનથી હાર આપી હતી. આ સાથે જ કલકત્તા બીજા સ્થાન પર આવી ચુક્યુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજા સ્થાન પર સરકી ચુક્યુ છે.

ટુર્નામેન્ટમાં પ્રથમ મેચમાં રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડીયન્સને બે વિકેટથી હાર આપી હતી. ત્યારબાદ બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને સાત વિકેટથી હાર આપી હતી. આમ ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સે સિઝનની શરુઆતમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહીને કરી છે તો એમએસ ધોનીની ટીમ તળીયા પર રહીને સિઝનની ખરાબ શરુઆત કરી છે. ગઈ સિઝનમાં પણ ટીમ ધોની ટુર્નામેન્ટમાં કંગાળ પ્રદર્શન સાથે પોઈન્ટ ટેબલમાં નીચલા ક્રમે રહી હતી.

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણીત રન રેટ પોઇન્ટ
1 દિલ્હી કેપિટલ્સ 1 1 0 0 0 +0.779 2
2 કલકત્તા નાઇટ રાઇડર્સ 1 1 0 0 0 +0.500 2
3 રોયલ ચેલન્જર્સ બેંગ્લોર 1 1 0 0 0 +0.050 2
4  પંજાબ કિંગ્સ 0 0 0 0 0 0
5 રાજસ્થાન રોયલ્સ 0 0 0 0 0 0
6 મુંબઇ ઇન્ડીયન્સ 1 0 1 0 0 -0.050 0
7 સનરાઇઝર્સ હૈદરાબાદ 1 0 1 0 0 -0.0500 0
8 ચેન્નાઇ સુપર કિંગ્સ 1 0 1 0 0 -0.779 0

મુંબઈ ઈન્ડીયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ખાતામાં કોઈ જ પોઈન્ટ નથી. નેટ રન રેટના આધાર પર ચેન્નાઈ સુપર કિંગ્સ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18.4 ઓવરમાં જ સાત વિકેટથી હાર આપી હતી. જેને લઈને તેનો નેટ રન રેટ સૌથી વધારે છે, ચેન્નાઇ સુપર કિંગ્સનો નેટ રન રેટ સૌથી ખરાબ છે.

આ પણ વાંચો: IPL 2021: રાજસ્થાનને મેચ પહેલા જોફ્રા આર્ચરની ખોટ, તેનો ફાયદો મળી શકે છે ચેતન સાકરીયા અને જયદેવ ઉનકડટને

g clip-path="url(#clip0_868_265)">