IPL 2021: રાહુલ દ્રવિડનો રાઉડી અવતાર આવ્યો સામે, હટકે અંદાજમાં જોઈ વિરાટ કોહલી પણ દંગ રહી ગયો

રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની છબી આમ તો એક કૂલ ક્રિકેટરની રહી છે. તેમની ઓળખ પણ એક સભ્ય અને સજ્જન ક્રિકેટરની રહી છે. તેના પૂરા ક્રિકેટ કેરિયરમાં તેની પર કોઈ જ છાંટા ઉડ્યા નથી.

IPL 2021: રાહુલ દ્રવિડનો રાઉડી અવતાર આવ્યો સામે, હટકે અંદાજમાં જોઈ વિરાટ કોહલી પણ દંગ રહી ગયો
Rahul Dravid-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 7:33 PM

રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની છબી આમ તો એક કૂલ ક્રિકેટરની રહી છે. તેમની ઓળખ પણ એક સભ્ય અને સજ્જન ક્રિકેટરની રહી છે. તેના પૂરા ક્રિકેટ કેરિયરમાં તેની પર કોઈ જ છાંટા ઉડ્યા નથી. લડાઈ ઝઘડા અને ગાળો તો તે ક્યારેય ભૂલમાં પણ બોલ્યો નથી. જો કે સીધા સાદા અને સાફ સુથરી છબી ધરાવતા રાહુલ દ્રવિડનો હવે એક વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જેમાં તે રસ્તા પર ગુંડાગીરી કરી રહેલ જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાહુલ દ્રવિડને લોકો ડરાવતો જોઈ શકાય છે. લોકોને તે ધમકાવતો જોવા મળી રહ્યો છે. તે તોડફોડ કરી રહ્યો છે. લોકોની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. કોઈનો ફ્રન્ટ મિરર તો કોઈનો સાઈડ મિરર તોડી રહ્યો છે. એટલે સુધી કે હંમેશા સાદગીમાં જોવા મળનારા અને સારી વાતો કરનારા રાહુલ દ્રવિડને અભદ્ર ભાષા પ્રયોગ કરતો પણ જોઈ શકાય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રાહુલ દ્રવિડનો રાઉડી અવતાર જોઈ વિરાટ કોહલી દંગ રાહુલ દ્રવિડના આ રાઉડી અવતાર (Rowdy Roll) વાળા વીડિયોને જોઈને વિરાટ કોહલી (Virat Kohli)એ શેર કર્યો છે. રસ્તા વચ્ચે સાફ સુથરી છબી ધરાવતો દ્રવિડ આમ કરતા જોઈને વિરાટ કોહલી પણ દંગ રહી ગયો છે. તેણે ટ્વીટ કરીને લખ્યુ પણ છે કે, મેં રાહુલ ભાઈનું આવુ સ્વરુપ પહેલા ક્યારેય નથી જોયુ.

https://twitter.com/imVkohli/status/1380451732690411521?s=20

હવે જો પુરા વિડીયોની વાત કરવામાં આવે તો હકિકતે આ વીડિયો એક વિજ્ઞાપનનો હિસ્સો છે. જે IPL 2021ના પ્રસારણ દરમ્યાન દર્શાવવામા આવશે. ચોક્કસ શાંત રાહુલ દ્રવિડનો આ રાઉડી અંદાજ લોકોના દિલ જીતી લેશે.

અગાઉ પણ કર્યા છે વિજ્ઞાપન પણ આ વખતે અંદાજ અલગ રાહુલ દ્રવિડને ક્રિકેટરના રુપમાં જોયો છે. ટીમના કેપ્ટનના રુપમાં પણ જોયો છે. કોચની ભૂમિકામાં જોયો છે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. આ પદ પર પણ તેણે ભાગ્યે જ કોઈ ખેલાડી કે સ્ટાફ સાથે સહેજ ઉંચા અવાજમાં વાત કરી હશે. જોકે આ વિજ્ઞાપન દ્વારા રાહુલ પ્રથમવાર ટીવી પર જોવા મળશે એવુ નથી, આ પહેલા પણ તે અનેકવાર વિજ્ઞાપનમાં જોવા મળ્યો છે. જોકે, તેનો આ રાઉડી અંદાજ સૌથી અલગ જ છે. તેના નિભાવેલા તમામ રોલથી હટકે છે.

આ પણ વાંચો: MI vs RCB Live Score, IPL 2021: રોહિત અને વિરાટ ઓપનિંગ મેચમાં લગાડશે આગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">