IPL 2021: PM કેયર્સ ફંડમાં દાન કરીને પેટ કમિન્સે કોરોનાકાળમાં ભારતીયોને મદદની અપીલ કરી આગળ આવ્યો

|

Apr 26, 2021 | 6:39 PM

હાલમાં ભારતમાં ઓક્સિજનને લઈને સ્થિતી ગંભીર છે, સરકાર અને ખાનગી કંપનીઓ સહિતનાઓ ઓક્સિજનની કમી પુરી કરવા શક્ય તમામ પ્રયાસો હાથ ધરી દીધા છે.

IPL 2021: PM કેયર્સ ફંડમાં દાન કરીને પેટ કમિન્સે કોરોનાકાળમાં ભારતીયોને મદદની અપીલ કરી આગળ આવ્યો
Pat Cummins

Follow us on

હાલમાં ભારતમાં ઓક્સિજનને લઈને સ્થિતી ગંભીર છે, સરકાર અને ખાનગી કંપનીઓ સહિતનાઓ ઓક્સિજનની કમી પુરી કરવા શક્ય તમામ પ્રયાસો હાથ ધરી દીધા છે. આવી સ્થિતી વચ્ચે ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર પેટ કમિન્સે (Pat Cummins) કોરોના વાઈરસ (Corona Virus)માં સંઘર્ષની સ્થિતમાંથી પસાર થઈ રહેલા ભારતીયોની મદદે હાથ લંબાવ્યો છે. કમિન્સે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય માટે PM Cares Fund 50 હજાર ડોલર રકમ જમા કરાવી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જે રકમ ભારતીય રુપિયા મુજબ 37 લાખ જેટલી થવા પામી રહી છે. પેટ કમિન્સે સોશિયલ મિડીયા પર નિવેદન જારી કરી આ અંગે જાણકારી કરી હતી. તે હાલમાં આઈપીએલ 2021માં કલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમી રહ્યો છે. તે આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડીઓ પૈકી એક છે. સાથે જ તે વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર્સ છે. પેટ કમિન્સ પ્રથમ એવો ક્રિકેટર છે જેણે કોરોના માટે મદદનો હાથ લંબાવ્યો છે. તેણે બાકીના ક્રિકેટર્સને પણ કોરોનાથી લડી રહેલા લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે.

 

પેટ કમિન્સે કોરોનાના સમયમાં આઈપીએલ 2021ને જારી રાખવા માટે પણ નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, આ ટુર્નામેન્ટ દ્વારા લોકોને મુશ્કેલ સમયમાં કેટલીક રાહત મળી રહે છે. ભારતમાં કોરોના વાઈરસને કારણે સ્થિતી ખૂબ ખરાબ છે. પાછળના કેટલાક દિવસથી દરરોજ ત્રણ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સાથે જ મૃતક આંક પણ 2 હજારથી વધારે આવી રહ્યો છે. જેને લઈને હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઈ છે. ઓક્સિજનની પણ સમસ્યા સર્જાઈ ગઈ છે અને તેના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

 

પેટ કમિન્સે કહ્યુ હતુ કે, ભારત એક એવો દેશ છે પાછળના કેટલાક દિવસથી તેને તે ખૂબ પ્રેમ કરે છે. અહીંના લોકો ખૂબ ઉત્સાહભેર મળે છે અને ખૂબ દયાળુ પણ છે. આ જાણીને ખૂબ દુખ થઈ રહ્યુ છે કે આ સમયે તે પીડાથી ગુજરી રહ્યો છે. જોકે હાલમાં એવી પણ વાતો થઈ રહી છે કે કોરોના સંક્રમણ વધારે હોવા દરમ્યાન આઈપીએલને જારી રાખવા માટે આ યોગ્ય સમય છે કે કેમ. મને એમ બતાવવામાં આવ્યુ કે ભારત સરકારનો મત એ છે કે લોકડાઉનના સમયે દેશ મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યો છે.

 

આવા સમયે આઈપીએલ કેટલાક કલાક આનંદ અને રાહત મળે છે. ખેલાડીઓના રુપમાં અમારી પાસે એવુ પ્લેટફોર્મ છે, જેનાથી અમે લાખો લોકો સુધી પહોંચી શકીએ છીએ અને મદદ કરી શકીએ છીએ. જેને ધ્યાનમાં રાખીને મેં પીએમ કેયર્સ ફંડમાં દાન કર્યુ છે. આ પૈસા ભારતની હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરવા માટે ખર્ચ કરવામાં આવશે.

 

મેં પોતાના સાથી આઈપીએલના ખેલાડીઓ અને વિશ્વના અન્ય લોકોને પણ અપીલ કરુ છુ કે તેઓ પણ મદદ કરે. હું 50 હજાર ડોલર સાથે શરુઆત કરી રહ્યો છુ. આ સમયે અસહાય મહેસુસ કરવુ સરળ છે, મને પણ એમ લાગ્યુ છે. જોકે મને આશા છે કે, આ પ્રકારે સાર્વજનિક અપીલ કરીને અમારી ભાવનાઓને એકશનમાં બદલી શકો છે. જેનાથી લોકોની જીંદગીમાં રોશની આવશે. મને ખ્યાલ છે કે, મારા દાનથી વધારે તો કંઈ નહીં થઈ શકે પણ મને આશા છે કે, આનાથી કોઈના જીવન પર તો અસર પડશે.

 

આ પણ વાંચો: PBKS VS KKR, LIVE SCORE, IPL 2021: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ અને કોલકાતા વચ્ચે થશે ટક્કર

Next Article