IPL 2021 MI vs SRH: હૈદરાબાદ સામે મુંબઈનો 5 વિકેટે 150 રનનો સ્કોર, પોલાર્ડના ધમાકેદાર અણનમ 35 રન

આઇપીએલ 2021ની સિઝનની 9મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 MI vs SRH: હૈદરાબાદ સામે મુંબઈનો 5 વિકેટે 150 રનનો સ્કોર, પોલાર્ડના ધમાકેદાર અણનમ 35 રન
Mumbai vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 17, 2021 | 9:19 PM

આઇપીએલ 2021ની સિઝનની 9મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમે ઈનીંગની શરુઆત સારી કરી હતી, પરંતુ બાદમાં રનની ગતી ધીમી પડી ગઈ હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને ક્વિન્ટર ડિકોક (Quinton de Kock)એ 55 રનની ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા.

મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકોકે શરુઆત સારી કરી હતી. બંનેએ પાવર પ્લે દરમ્યાન અર્ધ શતકીય ભાગીદારી રમત રમી હતી. રોહિત શર્માએ 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 25 બોલમાં 32 રનની ઈનીંગ રમીને તે કેચ આઉટ થયો હતો. 55 રનના ટીમ સ્કોર પર રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ સૂર્યકુમાર યાદવના સ્વરુપમાં ગુમાવી હતી, તેણે 10 રન કર્યા હતા.

ઓપનર ડીકોક 39 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો. ઈશાન કિશન 21 બોલમાં 12 રન કરીને આઉટ થયો હતો. આમ મુંબઈ 114 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. દરમ્યાન પોલાર્ડે સિઝનનો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો હતો. તેણે 105 મીટરનો છગ્ગો લગાવીને સૌને દંગ રાખી દીધા હતા. તેણે 22 બોલમાં અણનમ 35 રન કર્યા હતા. પોલાર્ડે અંતિમ ઓવરમાં 2 છગ્ગા લગાવ્યા હતા. કૃણાલ પંડ્યા 3 રન કરીને અણનમ રહ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ મુજીબ ઉર રહેમાને 4 ઓવર કરીને 29 રન આપ્યા હતા અને તેણે 2 વિકેટ ઝડપી હતી. વિજય શંકરે 3 ઓવર કરીને 19  રન આપી 2 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવર કરીને 22 રન આપ્યા હતા. તેને વિકેટ નસીબ થઈ શકી નહોતી. ભુવનેશ્વર કુમારની બોલીંગ ખર્ચાળ રહી હતી, તેણે 4 ઓવર કરીને 45 રન આપ્યા હતા. ખલીલ અહેમદે 4 ઓવર કરીને 24 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">