IPL 2021: ડબલ રોલમાં જોવા મળ્યો મહેન્દ્રસિંહ ધોની, કહે છે બટર ચિકન અને સોફ્ટ ડ્રિન્કસને છોડી દો

Avnish Goswami

|

Updated on: Apr 03, 2021 | 7:14 AM

IPL 2021 પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નો એક જબરદસ્ત વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે.

IPL 2021 પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નો એક જબરદસ્ત વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. જે વિડીયોમાં ધોનીનો એક અવતાર તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂના સમયનો રહ્યો હતો, જ્યારે બીજો અવતાર હાલના સમયનો રહ્યો હતો. આ વિડીયો આમ તો એક વિજ્ઞાપનના હેતુથી બનાવવામાં આવ્યો છે જેમાં ધોની જવાન ધોની સાથે રમત, ખાવા-પિવા અને બાઇકના સંદર્ભમાં વાત કરતો જોવા મળે છે.

વિડીયોમાં જોવા મળે છે કે, જવાન ધોની લાંબા લાંબા વાળ પર કેપ લગાવેલો છે અને તેના હાલના ઉંમર વાળો અવતાર તેની 2005માં શ્રીલંકા સામે 183 રનની ઇનીંગને લઇને તેના વખાણ કરે છે. ધોની ના કેરિયરનુ તે બીજુ વન ડે શતક હતુ. જે રમતમાં ધોનીએ 10 છગ્ગા લગાવ્યા હતા. જેના દ્રારા ભારતે 299 રનના સ્કોરને 46.3 ઓવરમાં જ પાર પાડી લીધો હતો.

ધોનીએ પોતાના કેરિયરની શરુઆતમાં બે શતક લગાવ્યા હતા. આ બંને શતક તેણે નંબર ત્રણ પર રમતા લગાવ્યા હતા. આવામાં ધોની વિડીયોમાં કહે છે કે, અનુભવ થી ઘણી બાબચો સરળ બની જતી હોય છે. જોકે તેની સાથે નવા પડકાર પણ આવતા રહેતા હોય છે. જેટલી વધારે મેચ રમો છો વિરોધી ટીમ તમારી રમતને સમજવા માટે એટલી જ વધારે સારી તૈયારીઓ કરે છે. એટલા માટે તમારે તમારી રમતને વધારે સારી બનાવતા રહેવુ પડતુ હોય છે. આજે તમે નંબર ત્રણ પર રમી રહ્યા છો, કાલે જો તમે નિચે રમશો તો ત્યાંની જરુરીયાત અલગ રહેશે. એટલા માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવાની જરુર છે.

જવાન ધોની એ કહ્યુ, બટર ચિકન અને સોફ્ટ ડ્રિન્ક છોડી દો
વિડીયોમાં ધોનીનો જવાન અવતાર વેટરન ધોની ને તેની ફેવરીટ ઇનીંગને લઇને પૂછે છે. જવાબમાં ધોની 2011 ના વિશ્વકપની ફાઇનલનુ નામ લે છે. તે કહે છે કે, તે મેચને ખતમ કરવાની અલગ જ મજા આવી હતી. જેની પર જવાન ધોની આશ્વર્ય થી પૂછે છે કે, શુ આપણે લોકો એ વિશ્વકપ જીતી લીધો. તેની પર વેટરન ધોની કહે છે કે, વાનખેડે સ્ટેડિયમ. 2011 ક્રિકેટ વિશ્વકપ. તમારી મહેનતને કારણે આ બધુ થયુ હતુ. ત્યાર બાદ વેટરન ધોની તેના જવાન અવતારને બટર ચિકન, સોફ્ટ ડ્રિંક અને મિલ્ક શેક છોડવા માટે પણ કહે છે. જવાન ધોની નો એ જવાબ હોય છે કે, કંસિસ્ટેંસી અને ડિસિપ્લિન નામ પર બધુ જ છોડાવી દેશો ?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati