IPL 2021: તરખાટ મચાવનાર CSKના દિપક ચાહરે મહંમદ શામીને પગે પડી લીધા હતા આશીર્વાદ, વાયરલ થઈ તસ્વીર

|

Apr 17, 2021 | 5:19 PM

શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈના ઝડપી બોલર દિપક ચાહરે (Deepak Chahar) પોતાની કાતિલ બોલીંગ દ્વારા પંજાબની ટીમની કમર ભાંગી નાખી હતી.

IPL 2021: તરખાટ મચાવનાર CSKના દિપક ચાહરે મહંમદ શામીને પગે પડી લીધા હતા આશીર્વાદ, વાયરલ થઈ તસ્વીર
Deepak Chahar

Follow us on

શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈના ઝડપી બોલર દિપક ચાહરે (Deepak Chahar) પોતાની કાતિલ બોલીંગ દ્વારા પંજાબની ટીમની કમર ભાંગી નાખી હતી. દિપકે 13 રન આપીને 4 વિકેટ 4 ઓવરમાં ઝડપી હતી. દિપક ચાહરની કાતિલ બોલીંગને પરિણામે પંજાબ કિંગ્સ તેની ભાંગેલી બેટીંગ કરોડરજ્જૂને પરિણામે માત્ર 106 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નાઈએ પોતાને મળેલા લક્ષ્યાંકને 16 ઓવર પુરી રમતા અગાઉ જ હાંસલ કરી લીધુ હતુ. જોકે આ દરમ્યાન મેચ બાદ હવે દિપક ચાહરની એક તસ્વીર જબરદસ્ત વાયરલ થવા લાગી છે. જેમાં તે ઝડપી બોલર મહંમદ શામી (Mohammad Shami)ના પગે પડતો નજર આવી રહ્યો છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બેટીંગ ઈનીંગ દરમ્યાન મોઈન અલી અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટીંગ પ્રદર્શન કર્યુ હતુ. ચાહરને તેની જોરદાર બોલીંગ પ્રદર્શનને લઈને મેન ઓફ ધ મેચ એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મેચ બાદ તેની વાયરલ થયેલી તસ્વીર ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી છે. અનેક લોકોએ તો એ પણ કોમેન્ટ કરી છે કે, દિપક ચાહરને આટલી વિકેટ શામીને કારણે જ મળી છે. આ મેચમાં દિપક ચાહરની માફક મહંમદ શામીનું પ્રદર્શન પણ શાનદાર રહ્યુ હતુ. જોકે તેની ટીમે એ આ મેચને એકતરફી હારથી સ્વીકારવી પડી હતી. જોકે શામીએ 4 ઓવર કરીને 21 રન આપી 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જેમાં સુરેશ રૈના અને અંબાતી રાયડૂની વિકેટનો સમાવેશ થાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

https://twitter.com/cricbuzz/status/1383269293043847171?s=20

 

આઈપીએલ 2021ની શરુઆતમાં જ દિલ્હી કેપિટલ્સથી 7 વિકેટે હારનારી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન એમએસ ધોની માટે જે 200મી મેચ હતી. જેમાં તેની ટીમને આ સિઝનની પ્રથમ જીત હાંસલ થઈ હતી, ચાહરના શાનદાર પ્રદર્શન સાથેના શરુઆતના સ્પેલનેથી પંજાબ કિંગ્સની બેટીંગ અસહાય નજર આવી ગઈ હતી. જેને લઈને પંજાબની ટીમ 8 વિકેટે 106 રન બનાવી શકી હતી. ચાહરે પોતાની ચાર ઓવરમાંથી એક ઓવર મેઈડન ફેંકી હતી. 13 રન આપીને ચાર વિકેટ પણ ઝડપી હતી.

 

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓલમ્પિક રમતોમાં પણ રમતી જોવા મળશે, BCCIનો મહત્વનો નિર્ણય

Next Article