IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની તૈયારીઓમાં લાગ્યો, વાયરલ થઇ નેટ પ્રેકટીશની તસ્વીરો

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની આગેવાનીમાં ટીમના ખેલાડીઓ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનની તૈયારીમાં લાગી ચુક્યા છે.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની તૈયારીઓમાં લાગ્યો, વાયરલ થઇ નેટ પ્રેકટીશની તસ્વીરો
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 10, 2021 | 10:17 AM

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની આગેવાનીમાં ટીમના ખેલાડીઓ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનની તૈયારીમાં લાગી ચુક્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓએ નેટ પ્રેકટીશ પણ શરુ કરી દીધી છે. આ પહેલા ખેલાડીઓના નિયમોને આધિન ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડ્યુંં હતુંં. બાદમાં તેમના કોવિડ-19 અંતર્ગત પરિક્ષણ કરાતા તેમના RT-PCR રિપોર્ટ નેગેટીવ આવતા તેમણે પ્રેકટીશ શરુ કરી હતી. ટીમ એ શરુ થયેલ પ્રેકટીશ સેશનમાં કેપ્ટન ધોની અને અનુભવી ખેલાડી અંબાતી રાયડૂ (Ambati Rayudu) અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સહિત અન્ય ખેલાડીઓ પ્રેકટીશ કરી હતી.

https://twitter.com/CskIPLTeam/status/1369231715869224963?s=20

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

હાલમાં જ યોજાયેલ ખેલાડીઓના ઓક્શનમાં ટીમની સાથે જોડાયેલ તામિલનાડુના એન જગદીશન, આર સાંઇ કિશોર અને સી હરિ નિશાંત એ ધોની અને રાયડૂની સાથે અભ્યાસ કર્યો હતો. શિબિરમાં નવા બોલર હરિશંકર રેડ્ડી પણ સામેલ છે. ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી કાશી વિશ્વનાથ એ કહ્યુ હતુ કે, સીએસકે ખેલાડીઓએ પોતાના ક્વોરન્ટાઇન પુરુ કરવા બાદ પ્રકટીશ શરુ કરી છે. ધીરેધીરે કેટલાક અન્ય ખેલાડીઓ પણ ક્વોરન્ટાઇન સમય ખતમ કરીને ટીમ સાથે જોડાઇ જશે.

તેમણે કહ્યુ હતુ કે, આવનારા દિવસોમાં લેગ સ્પિનર કર્ણ શર્મા અને ભગત વર્મા પણ ટીમ સાથે જોડાશે. કેપ્ટન ધોની ગત સપ્તાહે બુધવારે અહી આવ્યા હતા. આગામી 9 એપ્રિલથી આઇપીએલની 14 મી સિઝનની શરુઆત થનારી છે. જ્યારે ચેન્નાઇની ટીમ પોતાના અભિયાનને દિલ્હી કેપિટલ્સ સામે 10 એપ્રિલથી શરુ કરશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 30 મે એ અમદાવાદ ના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">