IPL 2021: શરાબ, તમાકુ કે ફાસ્ટફુડ સહિત સટ્ટા આધારીત વિજ્ઞાપનોથી દુર રહેશે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો

|

Feb 23, 2021 | 11:14 AM

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) નથી ઇચ્છતું કે તેના ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન દરમિયાન જુગાર, ફાસ્ટ ફૂડ, આલ્કોહોલ અને તમાકુ બ્રાન્ડના પ્રમોશન માટે જાહેરાત કરે. આઈપીએલની 14 મી સીઝન એપ્રિલના બીજા અઠવાડિયામાં શરૂ થશે.

IPL 2021: શરાબ, તમાકુ કે ફાસ્ટફુડ સહિત સટ્ટા આધારીત વિજ્ઞાપનોથી દુર રહેશે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો
Steve Smith-David Warner

Follow us on

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) નથી ઇચ્છતું કે તેના ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન દરમિયાન જુગાર, ફાસ્ટ ફૂડ, આલ્કોહોલ અને તમાકુ બ્રાન્ડના પ્રમોશન માટે જાહેરાત કરે. આઈપીએલની 14 મી સીઝન એપ્રિલના બીજા અઠવાડિયામાં શરૂ થશે. ઓસ્ટ્રેલીયાના 19 ક્રિકેટર IPL 2021 રમનારા છે. જેમાં સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, નાથન કૂલ્ટર નાઇલ, રિચર્ડસન, ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ જેમાં સામેલ છે.

આઈપીએલ ટીમોને તાજેતરમાં મોકલવામાં આવેલી પરામર્શમાં, BCCI ને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આખી ટીમના ફોટોગ્રાફ્સ ભારતના પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આઈપીએલ ટીમોના પ્રાયોજકો દ્વારા ઉપયોગ કરી શકાશે. પરંતુ કોઈપણ શરાબ, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં, તમાકુ અથવા સટ્ટાબાજીનો વ્યવસાય કરતી કંપની માટે આ પ્રકારની તસવીરનો ઉપયોગ કરી શકાશે નહીં.

આ સિવાય CA એ કહ્યું હતું કે, બિગ બેશ લીગની ટીમ અથવા રાજ્યની ટીમના એક કરતા વધારે ખેલાડી કોઈ જાહેરાત અભિયાનમાં નહીં લઈ શકાય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેરાત અથવા પ્રમોશનલ સામગ્રીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ઉપયોગ માટે આ નિયંત્રણો મુક્યા છે. એમ બોર્ડના ઇમેઇલમાં જણાવ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રત્યેક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કેન્દ્રિય કરાર ધરાવતા એક કરતા વધુ ખેલાડીઓને વિજ્ઞાપનમાં લઇ શકશે નહી. ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ટીમનો એક કરતા વધુ ખેલાડી વિજ્ઞાપનમાં રહેશે નહીં. તેમજ બિગ બેશ લીગમાંથી પણ એક જ ખેલાડી વિજ્ઞાપનમાં રહેશે.

Next Article