T-20: પ્રથમ મેચમાં જ રાજસ્થાને વિજય સાથે સિઝનમાં રોયલ શરુઆત કરી, સીએસકે સામે 16 રને મેળવી જીત

ટી-20 લીગની રમાયેલી ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જબરદસ્ત મેચ યોજાઇ હતી. શારજાહ સ્થિત સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઇએ પહેલા ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જ્યારે રાજસ્થાન તરફથી ઓપનીંગ જોડી મેદાનમાં ઉતરતા જે તેનો જલવો દેખાડતી બેટીંગ કરી હતી. રાજસ્થાનની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રારંભ સારો કર્યો હતો. તેણે […]

T-20: પ્રથમ મેચમાં જ રાજસ્થાને વિજય સાથે સિઝનમાં રોયલ શરુઆત કરી, સીએસકે સામે 16 રને મેળવી જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 22, 2020 | 11:49 PM

ટી-20 લીગની રમાયેલી ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જબરદસ્ત મેચ યોજાઇ હતી. શારજાહ સ્થિત સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઇએ પહેલા ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જ્યારે રાજસ્થાન તરફથી ઓપનીંગ જોડી મેદાનમાં ઉતરતા જે તેનો જલવો દેખાડતી બેટીંગ કરી હતી. રાજસ્થાનની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રારંભ સારો કર્યો હતો. તેણે 47 બોલમાં 69 રન કર્યા હતા. રાજસ્થાને સિઝનનો પહેલો મોટ સ્કોર 216 રનનો નોંધાવ્યો હતો. આમ સીએસકે માટે વિશાળ સ્કોરનો પીછ કરતા છ વિકેટ ગુમાવીને 199 રન વળતા જવાબમાં કર્યા હતા. આમ રાજસ્થાનનો 16 રને વિજય થયો હતો. ચેન્નઈએ સિઝનમાં એક મેચની જીત અને એક મેચની હાર આ સાથે નોંધાવી હતી. જ્યારે રાજસ્થાને તેની પ્રથમ મેચથી વિજયી શરુઆત કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓપનર યશ્વી જયસ્વાલ છ બોલમાં છ રન કરીને દીપક ચહરનો શિકાર બન્યો હતો. બાદમાં સંજુ સૈમસન મેદનામાં આવતા જ તેણે સ્ફોટક બેટીંગ થી શરુઆત કરીને 19 બોલમાં જ અર્ધશતક ફટકારી દીધુ હતુ. સૈમસને સતત છગ્ગા ભરી રમત દાખવતા મેચને દર્શકો માટે રોમાંચ ભરી બનાવી દીધી હતી. ચેન્નાઇ વતી ફાફ ડુ પ્લેસીસે માત્ર 37 બોલમાં 72 રનની જબરદસ્ત ઇંનીંગ રમ્યો હતો. તો ધોનીએ 17 બોલમાં 29 રન નોટ આઉટ રહી કર્યા હતા. આમ  રોમાંચ ભરી મેચ જોવા મળી હતી.

રાજસ્થાનની તોફાની બેટીંગ

સંજુ સેમસન ની રમત આજડે શાનદાર રહી હતી. રાજસ્થાન રોયલ્સ ના જોસ બટલરની ગેરહાજરીમાં આજે કેપ્ટન સ્મિથ ખુદ ઓપનીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. તેની સાથે વન ડાઉન તરીકે આવેલા ખેલાડી સંજુ સૈમસને શરુઆતથી જ તોફાની બેટીંગ થી દેખાવ શરુ કર્યો હતો અને તેણે 19 બોલમાં જ તેનુ અર્ધ શતક ફટકારી દીધુ હતુ. તેણે 32 બોલમાં 74 રન કર્યા હતા. તેની પારી દરમ્યાન તેણે 09 છગ્ગા અને 01 ચોગ્ગો ફટકાર્યો હતો. તેની આ રમતને લઇ ને જ રાજસ્થાન રોયલ મજબુત સ્થિતીમાં પહોંચવામાં સફળ રહ્યુ હતુ. સ્ટિવ સ્મિથે 47 બોલમાં 69 રનની પારી રમી હતી. જોફ્રા આર્ચરે પણ આઠ બોલમાં  27 રન ફટકારી દીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સીએસકે નુ બોંલીંગ આક્રમણ

સીએસકે ને પહેલી જ વિકેટ ઓપનર જયસ્વાલની મળતા જ સીએસકે ને સારી શરુઆત થઇ હતી. સેમ કરને સ્કોરને પકડમાં લેતી ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે ઓપનર સ્મિથ,રાહુલ તેવટીયા અને રીયાન પરાગ ને પેવેલીયન મોકલવાની સફળતા મળી હતી. એનગીડી, ચહર અને ચાવલાને એક એક વિકેટ મળી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેની ચાર ઓવરમાં 40 રન આપવા સામે એક પણ વિકેટ મળી શકી નહોતી. જ્યારે એનગીડીએ તેની ચાર ઓવરમાં 56 અને ચાવલાએ 55 રન આપી મોંઘા બોલર સાબિત થયા હતા.

સીએસકે ની બેટીંગ ઇનીંગ્સ.

મુરલી વિજય અને શેન વોટ્સનની ઓપનીંગ જોડીએ ભાગીદારીમાં અર્ધ શતક કરી પહાડી સ્કોરનો પીછો કરતા સારી શરુઆત કરવા સફળ પ્રયાસ કર્યો હતો. 56 ના સ્કોર પર શેન વોટ્સનના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 21 બોલમાં 33 રન કર્યા હતા અને તેવટીયાએ બોલ્ડ કર્યો હતો. બીજી વિકેટ તુરત જ મુરલી વિજયના રુપે 58 ના ટીમ સ્કોરે પડી હતી અને જેણે 21 રન કર્યા હતા. બાદમાં મેચ ને ફાફ ડુપ્લેસીસે ટીમની જવાબદારી સંભાળી હતી પરંતુ અંતિમ ઓવરો દરમ્યાન આર્ચરે તેની વિકેટ મેળવી હતી. ફાફ 37 બોલમાં 72 રનની જબરદસ્ત ઇંનીંગ રમ્યો હતો. અંતમાં કેપ્ટન ધોનીએ પણ 29 રન 17 બોલમાં કર્યા હતા પણ ટીમને વિજય બનાવી ક્રીઝ પર હોવા છતાં સફળ રહ્યો નહોતો, જાદવે 16 બોલમાં 22 રન કર્યા હતા.

રાજસ્થાન ની બોલીંગ લાઇન

રાજસ્થાનના બેટ્સમેનોએ તેમની મજબુત જવાબદારી નિભાવતા બોલરોને પણ જાણે હરીફ ટીમને ઝકડી રાખવા ઉત્સાહ દેખાતો હતો. રાજસ્થામન વતી રાહુલ તેવટીયાએ ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ મહત્વની વિકેટ મેળવી હતી. તેણે તોફાની ઓપનર વોટ્સનને બોલ્ડ કર્યો હતો. આર્ચરે એક વિકેટ મેળવી હતી અને ચાર ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. શ્રેયસ ગોપાલ અને ટોમ કરને એક એક વિકેટ મેળવી હતી.

બંને વચ્ચેનો હાર જીતનો રેકોર્ડ

ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ વિરુદ્ધ ચેન્નાઇ સપર કિંગ્સ વચ્ચે કુલ 22 મુકાબલા થઇ ચુક્યા છે. જેમાં ચેન્નાઇ ને 14 વખત જીત પ્રાપ્ત થઇ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સને આજે આઠમી વખત વિજય મળ્યો છે.

Latest News Updates

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">