મંત્રીના સચિવના ઘરેથી મળી આવ્યા રુપિયાના ઢગલા, રૂપિયા ગણવામા મશીન પણ ખુટી પડ્યા, જુઓ video

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડના મંત્રી આલમગીર આલમના નજીકના સાથીદારના ઘરેથી સર્ચ દરમિયાન મોટી માત્રામાં "બિનહિસાબી" રોકડ જપ્ત કરી છે. આલમગીર આલમ પાકુર સીટથી ધારાસભ્ય છે.EDની કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ એક રૂમમાં એક મોટી થેલીમાંથી નોટોના બંડલ કાઢતા બતાવવામાં આવ્યા છે

મંત્રીના સચિવના ઘરેથી મળી આવ્યા રુપિયાના ઢગલા, રૂપિયા ગણવામા મશીન પણ ખુટી પડ્યા, જુઓ video
Alamgir Alam
Follow Us:
| Updated on: May 06, 2024 | 11:49 AM

લોકસભા ચૂંટણી વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના રાંચીમાં મોટી કાર્યવાહી કરી છે. તેમણે રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રીના ખાનગી સચિવ અને રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીર આલમના સચીવ સંજીવ લાલના ઘરેથી મોટી રકમની રોકડ જપ્ત કરી. EDના અધિકારીઓને એટલી રોકડ મળી છે કે તેને ગણતરીમાં કલાકો લાગી જશે. આ રોકડ હાથથી નહીં પરંતુ મશીન દ્વારા ગણવામાં આવશે.

EDની કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ એક રૂમમાં એક મોટી થેલીમાંથી નોટોના બંડલ કાઢતા બતાવવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના કેટલાક સુરક્ષાકર્મીઓ પણ જોવા મળ્યા છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોનું કહેવું છે કે 25થી 30 કરોડ રૂપિયાની રોકડ હોઈ શકે છે, જેની ગણતરી કરવામાં આવી રહી છે. તમામ બંડલ 500 રૂપિયાની નોટોના છે. આ સિવાય એજન્સીએ ઘરેણાં પણ રિકવર કર્યા છે, જેની કિંમત આંકવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

EDનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. વાસ્તવમાં, ED 10,000 રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી હતી અને તે દરમિયાન, EDને કેટલીક એવી લિંક્સ મળી હતી, જે મંત્રી સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું હતું. EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી, EDએ આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાં આટલી રોકડ જોઈને આશ્ચર્ય થયું.

થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી પહોંચી જશે. આખી ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ છે.

અગાઉ કોંગ્રેસના સાંસદના ઘરેથી 350 કરોડથી વધુની રોકડ મળી આવી હતી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ઝારખંડમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આઈટીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુના પરિસરમાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી. તેના જવાબમાં તેણે કહ્યું કે દરોડામાં જે રોકડ મળી છે તે મારી દારૂની કંપનીઓની છે. દારૂનો ધંધો માત્ર રોકડમાં જ થાય છે અને તેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

કોણ છે આલમગીર આલમ?

આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકારણનો વારસો મેળવ્યા બાદ, આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">