INDvsENG: રવિન્દ્ર જાડેજા ઈગ્લેન્ડ સામેની શ્રેણી પણ ગુમાવે તેવી શક્યતા

|

Jan 12, 2021 | 11:12 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) હવે તેના અંતિમ પડાવમાં છે. બીજી તરફ હવે ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ (India England Test Series) ની પણ તૈયારીઓ શરુ થઇ રહી છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ભારતમાં ઘર આંગણે ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમાનારી છે. ટેસ્ટ ક્રિકેટમાં હવે ઇંગ્લેંડની ટીમનુ યજમાન કરતી ટીમ ઇન્ડીયાની પસંદગી હવે નજીકમાં છે.

INDvsENG: રવિન્દ્ર જાડેજા ઈગ્લેન્ડ સામેની શ્રેણી પણ ગુમાવે તેવી શક્યતા
Ravindra Jadeja

Follow us on

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) હવે તેના અંતિમ પડાવમાં છે. બીજી તરફ હવે ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ (India England Test Series) ની પણ તૈયારીઓ શરુ થઇ રહી છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ભારતમાં ઘર આંગણે ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમાનારી છે. ટેસ્ટ ક્રિકેટમાં હવે ઇંગ્લેંડની ટીમનુ યજમાન કરતી ટીમ ઇન્ડીયાની પસંદગી હવે નજીકમાં છે. જોકે તેના પહેલા જ ખેલાડીઓની ઇજાઓ અને થાક ની સમસ્યા ચેતન શર્મા (Chetan Sharma) વાળી નવી સિલેકશન સમિતીની ચિંતા વધારી રહી છે. ઇંગ્લેંડ સામે જે ખેલાડીઓના રમવા પર સસ્પેન્શ પેદા થયુ છે, તેમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) નુ નામ પણ સામે આવ્યુ છે.

જાડેજા ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સીરીઝમાં રમવાને લઇને સવાલો ખડા થઇ ગયા છે. 12 જાન્યુઆરીએ જાડેજા ઓસ્ટ્રેલીયામાં હાથમાં સારવાર માટે નાની સર્જરી કરાવનાર છે. જેને સ્વસ્થ થવામાં અંદાજે ચાર થી પાંચ સપ્તાહનો સમય લાગી શકે છે. આવામાં તે હવે ઓસ્ટ્રેલીયામાં રમાનારી બ્રિસબેન ટેસ્ટમાં રમાનારા અંતિમ ટેસ્ટથી તો બહાર થઇ ચુક્યો છે. ટીમ મેનેજમેન્ટ તેની જગ્યાએ હવે શાર્દુલ ઠાકુરને સામેલ કરવાનુ વિચારી શકે છે. જોકે તેના સિવાય પણ જાડેજાનુ ઇંગ્લેંડની સામે હવે ટેસ્ટ સીરીઝ રમવુ સસ્પેન્સ બની ગયુ છે.

ઇંગ્લેંડ સામે ટેસ્ટ સીરીઝની શરુઆત 5 ફેબ્રુઆરી થી થનારી છે. એટલે કે માત્ર ત્રણેક સપ્તાહનો જ સમય આ માટે બચ્યો છે. જ્યારે જાડેજાને સાજા થવામાં 4 થી 5 સપ્તાહનો સમય લાગી શકે છે, આમ તે આરામ પર હશે. આમ હવે આવી સ્થિતીમાં તેનુ રમવુ એ શક્ય નથી લાગતુ અને આમ તે ટેસ્ટ સીરીઝને ગુમાવી પણ શકે છે. જાડેજાની અગાઉ હનુમા વિહારીને લઇને પણ સમાચાર સામે આવી ચુક્યા છે, કે તે પણ આગામી સીરીઝ નહી રમી શકે. ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટને બચાવવાનુ અભિયાન હનુમા વિહારીએ નિભાવતા તેની હેમસ્ટ્રિંગ ઇજા પહોંચી હતી. જેમાંથી તેને બહાર આવતા સમય લાગી શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જ્યારે બ્રિસબેન ટેસ્ટ અગાઉ અશ્વિનનુ બેક પેન અને બુમરાહના પેટની સમસ્યા ટીમ ઇન્ડીયા માટે મોટી મુશ્કેલીઓ સર્જી રહી છે. આ બંને ખેલાડીઓનો સ્કેન કરવામાં આવનારો છે. જેથી તેમને લઇને ગંભીરતા પૂર્વક વિચારણા કરી શકાય છે. જોકે ટીમ મેનેજમેન્ટને પુરી આશાઓ છે કે, બંને ખેલાડીઓ ફિટ થઇ ને ગાબા મેચમાં રમવા માટે મેદાનમાં ઉતરશે. એ વાતની પુરી સંભાવના છે કે, જસપ્રિત બુમરાહ વર્કલોડને જોતા તેને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સીરીઝમાં આરામ આપી શકાય છે. તો ભુવનેશ્વર અને ઇશાંત શર્મા હવે ફીટ થઇ ચુક્યા છે. બંને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યા છે. વળી શામી પણ અમદાવાદ ટેસ્ટ થી વાપસી કરી શકે છે. આમ આ કારણો પણ બુમરાહને આરામ મળી શકે છે.

રવિન્દ્ર જાડેજા ઓપરેશન બાદ ભારત પરત ફરનારો છે. ત્યાર બાદ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં અગાઉ થી ઇજાગ્રસ્ત કેએલ રાહુલ, ઉમેશ યાદવ અને મહંમદ શામી સાથે જોડાઇને રિહૈબ કરશે. ઇંગ્લેંડ સામે ઇજાને લઇને ઉમેશ યાદવ અને કેએલ રાહુલની રમવુ પણ નક્કિ નથી. કુલ મળીને પસંદગી સમિતીને જ સમસ્યા માત્ર નહી રહે પણ ટીમ ઇન્ડીયાએ પણ સામનો કરવો પડશે. જોકે મેદાન ઘરેલુ હોવાને લઇને ઇંગ્લેન્ડ સામે કેટલીક હદે આસાની રહેશે.

Next Article