ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી હાલમાં ઘર આંગણે રમાઇ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે આસાન જીત મળવી લઇને શ્રેણી પર 2-1 થી મજબૂત પકડ કરી લીધી છે. આ સાથે જ ભારતનો શ્રેણી પર હારનો ખતરો પણ ટળી ચુક્યો છે, સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ માટે પણ ભારતે આ સાથે જ મજબૂત દાવેદારી કરી લીધી છે. ભારતે ઇંગ્લેંડને 10 વિકેટ થી હાર આપી છે. રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગીલે (Shubman Gill) અણનમ રહીને ભારતને શાનદાર જીત અપાવી હતી. અમદાવાદ ટેસ્ટ (Ahmedabad Test) નુ પરિણામ માત્ર 2 જ દિવસમાં આવ્યુ હતુ, જે ભારતના પક્ષે રહેતા ભારતીય ક્રિકેટ ચાહકોના ઉત્સાહને વધાર્યો હતો.
ઇંગ્લેંડ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ પસંદ કરવાનો દાવ જાણે ઇંગ્લેંડને ઉલટો પડ્યો હતો અને હાર સહન કરવી પડી હતી. ઇંગ્લેંડ એ પ્રથમ ઇનીંગમાં માત્ર 112 રન જ કરીને ઓલ આઉટ થયુ હતુ. જ્યારે બીજી ઇનીંગ તો ઇંગ્લેંડ માટે ખરાબ નિવડી હોય એમ 100 ના આંકડાને પણ ઇંગ્લેંડ પાર કરી શક્યુ નહોતુ. માત્ર 81 રન પર ઇંગ્લેંડની ટીમ સમેટાઇ ગઇ હતી.
ભારતીય બોલરોમાં ખાસ કરીને અક્ષર પટેલ મેચનો મુખ્ય હિરો ઉભર્યો હતો. તેણે બંને ઇનીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ ઇનીંગમાં 6 અને બીજી ઇનીંગમા 5 વિકેટ ઝડપીને મેચમાં 11 વિકેટ ઝડપી હતી. બીજી ઇનીંગની શરુઆતના પ્રથમ બોલે વિકેટ ઝડપવા સાથે પ્રથમ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ મેચ દરમ્યાન 400 ટેસ્ટ વિકેટના આંકને હાંસલ કર્યો હતો.
Smiles, handshakes & that winning feeling! 👏👏
Scenes from a comprehensive win here in Ahmedabad 🏟️👍👍 @Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Scorecard 👉 https://t.co/9HjQB6CoHp pic.twitter.com/7RKaBYnXYf
— BCCI (@BCCI) February 25, 2021
પ્રથમ ઇનીંગમાં 33 રનની લીડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરતા ઇંગ્લેંડ સામે જીતનુ લક્ષ્યાંત માત્ર 49 રન હતુ. જે ભારતના બંને ઓપનરો રોહિત શર્મા અને શુભમન ગીલએ 7.4 ઓવરમાં જ હાંસલ કરી લીધુ હતુ. રોહિત શર્માએ 25 અને ગીલ એ 15 રન કર્યા હતા. બંને એ એક એક છગ્ગો રમત દરમ્યાન લગાવ્યો હતો. જ્યારે રોહિત શર્માએ 3 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ઇંગ્લેંડની ટીમે 9 રન એકસ્ટ્રા સ્વરુપે આપ્યા હતા.
India win 🎉
They have taken a 2-1 lead in the Test series after defeating England by 10 wickets in Ahmedabad.#INDvENG ➡️ https://t.co/0unCGV6iLi pic.twitter.com/qK1SLJA3x4
— ICC (@ICC) February 25, 2021
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાયેલી પિંક બોલ ડે નાઇટ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરવા સાથે ભારત શ્રેણીમાં 2-1 થી આગળ થઇ ચુક્યુ છે. ભારત નુ લક્ષ્ય હવે શ્રેણી પર વિજય મેળવા પર રહેશે. ઇંગ્લેંડ માટે શ્રેણી ગુમાવતી બચાવવા માટે અંતિમ ટેસ્ટ મેચ ને જીતવી જરુરી બની રહેશે. આગામી ચોથી અને શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદ ના મોટેરા ખાતે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે.