INDvsENG: ટેસ્ટ ક્રિકટમાં અંપાયયર તરીકે અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્મા પદાર્પણ કરશે, પેનલમાં સમાવેશ

|

Jan 29, 2021 | 4:31 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતના આંતરરાષ્ટ્રીય અંપાયર અનિલ ચૌધરી (Anil Chaudhary) અને વિરેન્દ્ર શર્મા (Virender Sharma) ટેસ્ટ ક્રિકેટમાં અંપાયર તરીકે ડેબ્યુ કરશે.

INDvsENG: ટેસ્ટ ક્રિકટમાં અંપાયયર તરીકે અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્મા પદાર્પણ કરશે, પેનલમાં સમાવેશ
Umpire Anil Chaudhary (File Image)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતના આંતરરાષ્ટ્રીય અંપાયર અનિલ ચૌધરી (Anil Chaudhary) અને વિરેન્દ્ર શર્મા (Virender Sharma) ટેસ્ટ ક્રિકેટમાં અંપાયર તરીકે ડેબ્યુ કરશે. અનિલ ચૌધરી પ્રથમ ટેસ્ટ અને વિરેન્દ્ર શર્મા બીજી ટેસ્ટ મેચમાં અંપાયરીંગ કરશે. અનિલ ચૌધરી ત્રીજી ટેસ્ટમાં પણ અંપાયરીંગ કરશે.

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝને લઈને ઉચ્ચસ્તરિય આંતરરાષ્ટ્રીય અંપાયર પેનલ (Umpire Panel)ની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં જોલ વિલ્સન, માઈકલ ગફ અને નિતિન મેનનની સાથે અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત શમશુદ્દીન પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા અંપાયર તરીતે ભૂમિકા નિભાવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

જવાગલ શ્રીનાથ ચેન્નાઈમાં બંને ટેસ્ટ મેચ માટે મેચ રેફરી રહેશે. ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે અમ્પાયરોની ઘોષણા બાદમાં કરવામાં આવશે. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય અંપાયરની પેનલમાં ભારતના ચાર અંપાયરો સામેલ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી રમાનારી છે. સિરીઝની પ્રથમ બંને મેચ ચેન્નાઈમાં રમાશે. જ્યારે અંતિમ બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં રમાનારી છે.

 

આ પણ વાંચો: INDvsENG: અશ્વિનની મુછ મુંડાવવાની શરત પર ચેતેશ્વર પુજારાએ કહ્યુ શતકને બેવડી સદીમાં પલટી શકુ છું

Next Article