INDvsAUS: નવદિપ સૈનીના ટેસ્ટ ડેબ્યુને ભારતીય ટીમે કંઇક આમ બનાવ્યો ઉત્સાહ પ્રેરક પ્રસંગ, જુઓ વિડીયો

નવદિપ સૈની (Navdeep Saini) ને ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી છે. નવદિપ સૈની ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરનારો 299 નંબરનો ખેલાડી છે. સૈનીને ઉમેશ યાદવના સ્થાન પર ટીમમાં જગ્યા મળી છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 07, 2021 | 12:42 PM

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ટેસ્ટ સીરીઝ (Test Series) ની ત્રીજી મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટીમ પેને (Tim Penn) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ 7 ઓવરબાદ વરસાદ વરસતા રમતને અટકાવવી પડી હતી. બંને ટીમોએ ત્રીજી ટેસ્ટમાં અંતિમ ઇલેવન માટે કેટલાક બદલાવ કર્યા હતા. ઓસ્ટ્રેલીયાની ટીમમાં ડેવિડ વોર્નર (David Warner) પરત ફર્યા છે, જે ઇજાને લઇને તે બહાર હતા. જ્યારે વિલ પુકોવસ્કિ (Will Pukowski) ને પણ ટેસ્ટ ડેબ્યુ મળ્યુ છે. ભારત તરફ થી રોહિત શર્મા (Rohit Sharma) ઇજા બાદ લાંબા સમયે મેદાનમાં પરત ફર્યો છે. સાથએ જ નવદિપ સૈની (Navdeep Saini) ને ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી છે. મેચની શરુઆતમાં જ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (Jaspreet Bumrah) ડેબ્યુટંટ સૈનીને ટેસ્ટ કેપ થમાવતા ખાસ પ્રસંગની શુભેચ્છા આપી હતી.

https://twitter.com/BCCI/status/1346952338699796481?s=20

નવદિપ સૈની ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરનારો 299 નંબરનો ખેલાડી છે. સૈનીને ઉમેશ યાદવના સ્થાન પર ટીમમાં જગ્યા મળી છે. ઉમેશ યાદવ મેલબોર્ન ટેસ્ટ દરમ્યાન ઇજાગ્રસ્ત થતા તે સીરીઝની બાકીની મેચથી બહાર થઇ ગયો હતો. જસપ્રિત બુમરાહે  નવદિપ સૈનીને ટેસ્ટ પદાર્પણને લઇને ટેસ્ટ કેપ આપી હતી અને તેને પ્રોત્સાહિત કર્યો હતો. બુમરાહ ઉપરાંત ટીમના સાથી ખેલાડીઓએ પણ આ યુવાન ખેલાડીને શુભેચ્છાઓ આપી હતી. સાથે  જ ખેલાડીઓએ તેને સારા કેરીયર માટે પણ શુભકામનાઓ પાઠવી હતી. આ પહેલા મેલોબોર્ન ટેસ્ટ દરમ્યાન શુભમન ગીલ અને મહંમદ સિરાજે ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ.

ચારેય મેચોની સીરીઝ હાલમાં બરાબરી પર ચાલી રહી છે. એડિલેડ ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારતે અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં બીજી ટેસ્ટમાં 8 વિકેટે જીત મેળવી હતી. રહાણેએ તેમાં કેપ્ટન ઇનીંગ રમતા શતક લગાવ્યુ હતું. આ ઉપરાંત રહાણેના કેપ્ટનના રુપમાં તમામ નિર્ણયો એકદમ યોગ્ય સાબિત થયા હતા. બોલીંગમાં પણ બુમરાહ, અશ્વિન સહિતના બોલરોએ સારુ પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોએ ઘુંટણ ટેકવી દીધા હતા.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">