INDvsAUS: ભારતીય બેટ્સમેનોને રવિન્દ્ર જાડેજાની દોડવાની ઝડપ ભારે પડે છે, 13 સાથી ખેલાડી થયા છે રનઆઉટ

|

Jan 10, 2021 | 10:47 AM

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સિડની ટેસ્ટ (Sydney Test) માં 8 જાન્યુઆરીએ પોતાની શાનદાર ફિલ્ડીંગ દ્રારા સિધો થ્રો મારીને સ્ટીવ સ્મિથને (Steve Smith) રન આઉટ કર્યો હતો. ત્યાર બાદ બધા લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા હતા.

INDvsAUS: ભારતીય બેટ્સમેનોને રવિન્દ્ર જાડેજાની દોડવાની ઝડપ ભારે પડે છે, 13 સાથી ખેલાડી થયા છે રનઆઉટ
RavindraSinh Jadeja

Follow us on

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સિડની ટેસ્ટ (Sydney Test) માં 8 જાન્યુઆરીએ પોતાની શાનદાર ફિલ્ડીંગ દ્રારા સિધો થ્રો મારીને સ્ટીવ સ્મિથને (Steve Smith) રન આઉટ કર્યો હતો. ત્યાર બાદ બધા લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. પરંતુ 9 જાન્યુઆરીએ જ્યારે તે બેટીંગ કરી રહ્યો હતો, ત્યારે ભારતના બે બેટ્સમેન રન આઉટ થઇ ગયા હતા. જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને રવિચંદ્રન અશ્વિન (R Ashwin) આ બંને ત્યારે રન આઉટ થયા હતા જ્યારે જાડેજા બીજા છેડા પર હતા. 9 જાન્યુઆરીએ પણ તેમણે અશ્વિનની સાથે એક રન લેવાનો પ્રયાસ ખૂબ જોખમ ભર્યો હતો. પેટ કમિન્સ એ જોયુ કે અશ્વિન ધીમો છે અને તેણે વિકેટકીપર તરફ સીધો થ્રો ફેંકી દીધો. અહી માર્નસ લાબુશેન એ તેને રન આઉટનો ખેલ પુરો કરી દીધો.

આના થોડાક સમય બાદ જાડેજાએ સ્ક્વેયર લેગ તરફ બોલર ધકેલ્યો હતો અને બુમરાહને બે રન માટે બોલાવી લીધો હતો. માર્નસ લાબુશેન એ જોયુ કે બુમરાહ ધીમો છે. તેમણે નોન સ્ટ્રાઇકર છેડા પર બોલને ફેંક્યો હતો અને બુમરાહ રન આઉટ થઇ ગયો હતો. આવુ જોકે પહેલી વાર નથી કે ટેસ્ટ ક્રિકેટમાં રન આઉટ વેળા જાડેજા સામેલ ના હોય. મેલબોર્ન ટેસ્ટમાં પણ જાડેજાના ક્રિઝ પર રહેતા અજીંક્ય રહાણે રન આઉટ થયો હતો.

આ ઓલરાઉન્ડર ખેલાડી 73 ટેસ્ટ ઇનીંગમાં 20 વખત રન આઉટની ઘટનામાં સામેલ રહયો છે. તેણે 13 વખત પોતાના સાથી બેટ્સમેનને આઉટ થતા વેળા તે ભાગીદાર રહ્યો છે ક્રિઝ પર. તો ઘણી વાર તો તે પોતે પણ રન આઉટ થયો છે. જેની સરેરાશ જોવા જઇ એ તો પ્રતિ ઇનીંગ તે 3.5 ની છે. એટલે કે પ્રત્યેક 3.5 ઇનીંગમાં કાં તો પોતે આઉટ થાય છે અથવા પોતાનો જોડીદાર. જેનુ કારણ એ હોઇ શકે છે, કે જાડેજા ખૂબ જ ઝડપ થી દોડે છે પરંતુ તેમનો જોડીદાર એટલુ ઝડપી દોડી શકતો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતના ટેસ્ટ ઇતિહાસનો આ સાતમો મોકો છે, કે જ્યારે ઇનીંગમાં ત્રણ ખેલાડીઓ રન આઉટ થયા હોય. ઓસ્ટ્રેલીયાના ફિલ્ડરોએ ત્રીજા દિવસે હનુમા વિહારીને સિંગલના પ્રયાસ દરમ્યાન જોશ હેઝલવુડે ડાયરેક્ટ થ્રો પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ પેટ કમિન્સ અને માર્નસ લાબુશેને આગળ બતાવ્યુ તેમ સુઝ બુઝ થી બુમરાહ અને અશ્વિનને આઉટ કર્યા હતા. ભારત ને માટે છેલ્લે આવી ઘટના ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2008-09માં થઇ હતી. જ્યારે મોહાલીમાં ઇંગ્લેંડ સામેની પારીમાં વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ અને યુવરાજ સિંહ રન આઉટ થયા હતા.

Published On - 10:25 am, Sun, 10 January 21

Next Article