IndvsAus: ભારતની ઐતિહાસિક જીત પર PM મોદી ગદગદ તો Googleના CEOએ કહી આ મોટી વાત

સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવનાર ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ બિરાદરોની સાથે આખા ભારતમાં ખુબ ખુશી છે અને ટીમ ઈન્ડિયાની આ યાદગાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહ્યા છે.

IndvsAus: ભારતની ઐતિહાસિક જીત પર PM મોદી ગદગદ તો Googleના CEOએ કહી આ મોટી વાત
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 19, 2021 | 7:18 PM

સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવનાર ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ બિરાદરોની સાથે આખા ભારતમાં ખુબ ખુશી છે અને ટીમ ઈન્ડિયાની આ યાદગાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહ્યા છે. માત્ર સામાન્ય ક્રિકેટ ચાહકો જ નહીં, પરંતુ મોટી વ્યક્તિઓ પણ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરવામાં પાછળ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને આ અદભૂત વિજય માટે અભિનંદન આપ્યા હતા અને તેમને ટીમની હિંમતની જીત ગણાવી હતી. મોદી ઉપરાંત દુનિયાની મોટી કંપનીઓમાંની એક Googleના CEO સુંદર પિચાઈ પણ તેમની ખુશી રોકી શક્યા નહીં.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Ind v Aus Test 2021

Ind v Aus Test 2021

બ્રિસ્બેન ટેસ્ટના છેલ્લા દિવસે શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની શ્રેષ્ઠ ઈનિંગની મદદથી ભારતે ગાબા ગ્રાઉન્ડ પર 328 રન બનાવીને સનસનાટીભર્યો વિજય નોંધાવ્યો હતો. ભારતે પહેલીવાર 2018-19માં શ્રેણી જીતી હતી અને આ વખતે તેણે ચમત્કારની પુનરાવર્તન કર્યું હતું. આ સાથે તેણે ગબામાં 32 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાના અભેદ કિલ્લાને પણ જીતી લીધો હતો.

મોદી-પિચાઈએ વખાણ કર્યા

ટીમ ઈન્ડિયાની જીત પર દેશભરમાંથી અભિનંદન શરૂ થયા હતા અને ટીમના આ પ્રદર્શનથી દરેક લોકો ગદગદ થઈ ગયા હતા. PM Modi પણ આ મામલામાં પાછળ નહોતા અને પંતના બેટથી ફટકારેલા વિજેતા ચોક્કા સાથે જ તેમણે ટીમને આ યાદગાર વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની આ જીતથી અમે બધા ખૂબ જ ખુશ છીએ. તેમની આ ઉર્જા અને ઉત્કટ દેખાવ સમગ્ર જોવા મળી રહ્યો છે. આ સાથે, તેનો સંકલ્પ, દ્રઢ નિર્ધાર અને ઈરાદાઓના પણ દર્શન થયા હતા. ટીમને અભિનંદન અને આવનારા સમયની શુભેચ્છાઓ. “

મોદી જ નહીં, ગૂગલ જેવી મોટી કંપનીના સીઈઓ પણ આ આનંદમાં જોડાયા. ભારતીય મૂળના સુંદર પિચાઈએ ટીમ ઈન્ડિયાની આ જીતને ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “તમામ સીરિઝ માણી સૌથી શ્રેષ્ઠની જીત. ટીમ ભારતને અભિનંદન અને ઓસ્ટ્રેલીયા પણ સારું રમ્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">