INDvsAUS: 59 વર્ષ બાદ ભારતીય ટીમ વતી આટલા બધા ખેલાડીઓને ટેસ્ટ રમવાનો મોકો મળ્યો

|

Jan 15, 2021 | 8:24 AM

બ્રિસબેનમાં ભારતીય ટીમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ ગાબા સ્ટેડીયમ (Gabba Stadium) પર રમી રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર ચાલી રહી છે, જેથી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) નિર્ણાયક બની રહેશે.

INDvsAUS: 59 વર્ષ બાદ ભારતીય ટીમ વતી આટલા બધા ખેલાડીઓને ટેસ્ટ રમવાનો મોકો મળ્યો
India Australia Test Series

Follow us on

બ્રિસબેનમાં ભારતીય ટીમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ ગાબા સ્ટેડીયમ (Gabba Stadium) પર રમી રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર ચાલી રહી છે, જેથી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) નિર્ણાયક બની રહેશે. સીરીઝ દરમ્યાન નવોદીત ભારતીય ખેલાડીઓને ટેસ્ટ ડેબ્યુ (Test Debut) કરવાના મોકો પણ મળ્યા છે. ટી નટરાજન (T Natarajan) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને ટેસ્ટ ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. સાથે જ ભારતીય ટીમમાં સીરીઝ દરમ્યાન 5 ખેલાડીઓને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. જે છેલ્લા 59 વર્ષ બાદ કોઇ એક સીરીઝમાં ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં ભારત તરફ થી રમતમાં ઉતર્યા છે.

ભારતે અંતિમ અને નિર્ણાયક ગણાતી બ્રિસબેન ટેસ્ટ માટે ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા હતા. જેને લઇને બે ખેલાડીઓને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. ઇજાને કારણે અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહ ટીમમાં રમી રહ્યા નથી. મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં ફરી એકવાર સ્થાન મળ્યુ છે. જ્યારે ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારત તરફ થી આ સીરીઝમાં અત્યાર સુધી 19 ખેલાડીઓ મેદાન પર ઉતરવાની તક મેળવી ચુક્યા છે. આવુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 59 વર્ષ બાદ જોવા મળ્યુ છે. આ પહેલા વર્ષ 1961-62 દરમ્યાન એક સાથએ આટલા મોટા પ્રમાણમાં ખેલાડીઓને કોઇ સીરીઝમાં તક આપવામાં આવી હતી. 1983-84 માં વેસ્ટઇન્ડીઝ સામે ભારતે 18 ખેલાડીઓને મેદાની તક આપી હતી. વર્ષ 1996 બાદ પણ આ પ્રથમ મોકો છે કે જેમાં કોઇ ટેસ્ટ સીરીઝમાં 5 ખેલાડીઓને ટેસ્ટ પદાર્પણ ની તક મળી હોય. હાલના પ્રવાસ દરમ્યાન મહંમદ સિરાજ, શુબમન ગીલ, નવદિપ સૈની, ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદર એ ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે. 1996 ના પ્રવાસ દરમ્યાન સુનિલ જોષી, પ્રવિણ મહામ્બ્રે, પ્રસાદ, વિક્રમ રાઠોર, રાહુલ દ્રાવિડ અને સૌરવ ગાંગુલીએ ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ.

Next Article