INDvsAUS 2’nd DAY: ઓસ્ટ્રેલીયા 191માં સમેટાયુ, ભારતને 53 રનની લીડ, અશ્વિનની 4, યાદવની 3 વિકેટ

એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમતમાં ભારતનો હાથ ઉપર રહ્યો હતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલીયાના ટીમને 200 રનની પણ રમત રમવા દીધી નહોતી. મેચના બીજા દિવસની રમતમાં ભારતીય ઇનીંગ 244 રન પર સમેટાઇ હતી. પરંતુ ત્યાર બાદ બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી ઓસ્ટ્રેલીયાઇ ટીમને 191 રનમાં જ […]

INDvsAUS 2'nd DAY: ઓસ્ટ્રેલીયા 191માં સમેટાયુ, ભારતને 53 રનની લીડ, અશ્વિનની 4, યાદવની 3 વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 18, 2020 | 6:22 PM

એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમતમાં ભારતનો હાથ ઉપર રહ્યો હતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલીયાના ટીમને 200 રનની પણ રમત રમવા દીધી નહોતી. મેચના બીજા દિવસની રમતમાં ભારતીય ઇનીંગ 244 રન પર સમેટાઇ હતી. પરંતુ ત્યાર બાદ બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી ઓસ્ટ્રેલીયાઇ ટીમને 191 રનમાં જ સમેટી દીધી હતી. દીવસના અંતે ભારતનો સ્કોર એક વિકેટના નુકશાન પર 9 રન છે. જ્યારે ભારત ને પ્રથમ ઇનીંગના આધેર 53 રનની લીડ મળી છે. આમ લીડ સાથે ભારત બીજા દિવસના અંત સુધી 62 રન ધરાવે છે.

બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલીયાએ તેની પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા 191 રન કરીને ઓલઆઉટ થયુ હતુ. કેપ્ટન ટીમ પેન નોટઆઉટ 73 રન બનાવ્યા હતા. તેણે 99 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. માર્નસ લાબુશેન એ 47 રનની ઇનીંગ રમી હતી. જ્યારે મોટાભાગના બેટ્સમેનો બે આંકડાનો સ્કોર પણ નોંધાવ્યા વિના જ પરત પેવેલીયન ફર્યા હતા. ઓપનર વેડે અને બર્નસ પણ માત્ર 8-8 રન જોડીને વિકેટ ગુમાવી હતી. સ્ટીવ સ્મિથ 1, હેડ 7, કેમરુન ગ્રીન 11, પેટ કમિન્સ 0 અને સ્ટાર્ક 15 રન બનાવી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ વિકેટ 16 રન અને બીજી વિકેટ 29 રને ગુમાવી હતી. જ્યારે 79 રન ના સ્કોર પર અડધી ટીમ પેવેલીયન પહોંચી ગઇ હતી.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ભારતીય બોલરોએ મહત્વની ટેસ્ટ મેચમાં જ રંગ દાખવ્યો હતો. જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલીયાના બંને ઓપનરોને આઉટ કરીને આજનો દિવસ ભારતના પક્ષે કરવાની શરુઆત કરી હતી. રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. તેણે મિડલ ઓર્ડરમાં સ્મિથ, હેડ અને ગ્રીનને શિકાર બનાવતા ભારતને રાહત સર્જાઇ હતી. ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. લાબુશેનને પણ તેણે આઉટ કર્યો હતો. બુમરાહે બે વિકેટ ઝડપી હતી. મહંમદ શામીને આજે એક પણ વિકેટ હાથ લાગી શકી નહોતી. જોકે બુમરાહ, યાદવ અને અશ્વિને ઓસ્ટ્રેલીયાને 200 ના આંકને પણ સ્પર્શવા નહોતા દિધા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">