AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને બાંગ્લાદેશની મેચ પછી ગ્રાઉન્ડ પર જોવા મળ્યો ઈમોશનલ સીન, જુઓ VIDEO

ભારતીય ટીમે બાંગ્લાદેશને 28 રનથી હરાવીને ક્રિકેટ વિશ્વ કપ 2019માં સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ ભારતે 7મી વખત વિશ્વ કપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. #WorldCup2019 : India's legendary cricketers @imVkohli and @ImRo45 each shared a special moment with one of the India fans at Edgbaston. Video Credit : @ICC #Tv9News #Sports […]

ભારત અને બાંગ્લાદેશની મેચ પછી ગ્રાઉન્ડ પર જોવા મળ્યો ઈમોશનલ સીન, જુઓ VIDEO
| Updated on: Jul 03, 2019 | 3:19 AM
Share

ભારતીય ટીમે બાંગ્લાદેશને 28 રનથી હરાવીને ક્રિકેટ વિશ્વ કપ 2019માં સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ ભારતે 7મી વખત વિશ્વ કપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

આ પહેલા ભારતે 1983,1987, 1996, 2003, 2011 અને 2015 વિશ્વ કપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ જીત પછી ભારતની 8 મેચમાંથી 6 મેચમાં જીત થઈ છે અને પોઈન્ટ ટેબલ પર 13 પોઈન્ટની સાથે ભારત બીજા સ્થાન પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જીત મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી બર્મિઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને સપોર્ટ કરવા આવેલા 87 વર્ષના વૃદ્ધ મહિલા પ્રશંસક ચારૂલતા પટેલને મળ્યા હતા. વિરાટ કોહલી સિવાય ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્મા પણ આ મહિલાને મળ્યા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો ‘શાનદાર’ સેમી ફાઈનલમાં પ્રવેશ

87 વર્ષના ચારૂલતા પટેલે વિરાટ કોહલી અને રોહિત શર્માને તેમના આર્શીવાદ આપ્યા. જીત મેળવ્યા પછી વિરાટ કોહલીએ આ મહિલા પ્રશંસક સાથે વાતચીત પણ કરી હતી. ભારતીય ટીમના આ મહિલા પ્રશંસક વ્હીલ ચેર પર ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ છે ચારૂલતા પટેલ?

મેચ પછી ચારૂલતા પટેલે જણાવ્યુ કે મારો જન્મ ભારતમાં નહી પણ તાન્ઝાનિયામાં થયો છે પણ મારા બાળકો સરે કાઉન્ટીથી રમ્યા છે. તેથી મને ક્રિકેટ પસંદ છે. મારા માતા-પિતા ભારતના છે, તેથી મને ભારત પ્રત્યે ખુબ જ લગાવ છે. તેમને વધુમાં કહ્યું કે આ વખતે ભારત વિશ્વ કપ જીતશે. 1983માં જ્યારે ભારત વિશ્વ કપ ચેમ્પિયન બન્યુ હતું, ત્યારે પણ હું ઈંગ્લેન્ડમાં હતી.

[yop_poll id=”1″]  

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">