Paralympics : ભારતીય બેડમિન્ટનની ટીમ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થઈ, કોચે કહ્યું 5 મેડલ જીતીને આવશું

ભારત પાસે પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ મજબૂત ટીમ છે. પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) માટે વિશ્વના 6 શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી બે ભારતના છે.

Paralympics : ભારતીય બેડમિન્ટનની ટીમ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થઈ, કોચે કહ્યું 5 મેડલ જીતીને આવશું
ભારતીય બેડમિન્ટનની ટીમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 1:31 PM

Paralympics : ભારતની સાત સભ્યોની પેરા બેડમિન્ટન ટીમ શનિવારે ટોક્યો પેરાલિમ્પિકમાં રમવા માટે રવાના થઈ હતી અને કોચ ગૌરવ ખન્નાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેના ખેલાડીઓ ઓછામાં ઓછા પાંચ મેડલ સાથે પરત ફરશે. બેડમિન્ટન ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પદાર્પણ કરશે અને ભારતના પ્રમોદ ભગત (SL3), કૃષ્ણ નગર (SH6) અને તરુણ ઢિલ્લોન (SL4) ના રૂપમાં મેડલના દાવેદાર છે. પ્રમોદ વિશ્વનો નંબર વન ખેલાડી છે.

ખેલાડી (Player)ઓ પેરાલિમ્પિકમાં રવાના થતા પહેલા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ દીપા મલિક, પેરા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રભાકર રાવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજય સારસ્વત અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ખજાનચી આનંદેશ્વર પાંડેએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

વક્તાઓએ ખેલાડીઓને કહ્યું કે, તમે માત્ર રમતનો આનંદ માણો, મેડલ આવશે અમને તેના વિશે કોઈ શંકા નથી પછી ભલે તેના રંગ ગમે તે હોય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિશ્વના 6 શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી બે ભારતના

અનુભવી પારુલ પરમાર અને યુવાન પલક કોહલી (SL3-SU5) મહિલા વિભાગમાં મેડલની દાવેદાર છે. ખન્નાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમારી પાસે પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) માં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ મજબૂત ટીમ છે.

પેરાલિમ્પિક્સ માટે વિશ્વના 6 શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી બે ભારતના છે. મેન્સ સિંગલ્સમાં બે SL3 અને બે SL4 કેટેગરી છે ટીમમાં સુહાસ યથીરાજ (SL4) અને મનોજ સરકાર (SL3) પણ છે. મને ખાતરી છે કે, ખેલાડીઓ મેડલ લાવશે અને ઓછામાં ઓછા પાંચ મેડલની અપેક્ષા છે.” અમે દેશ માટે પાંચ મેડલ જીતીશું જેમાંથી ત્રણ ગોલ્ડ હશે.

પીએમ મોદી પેરાલિમ્પિક્સના ખેલાડીઓ સાથે વાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમતોમાં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે ચર્ચા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પેરા એથ્લેટ્સ સાથે તેમના મનોબળને વધારવા માટે ચર્ચા કરશે.

પેરાલિમ્પિક રમતોત્સવ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે અને ભારત નવ રમતમાં ભાગ લેશે અને 54 રમતવીરોને મોકલ્યા છે. ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) માં પ્રથમ વખત બેડમિન્ટન અને તાઈકવોન્ડો સ્પર્ધાઓ યોજાશે. તેમાં 4400 થી વધુ રમતવીરો ભાગ લે તેવી અપેક્ષા છે.

વડાપ્રધાન મોદી (Prime Minister Modi) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ગયેલી ભારતીય ટુકડી સાથે પણ વાત કરી હતી. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો : Ms Dhoni : ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડીના નિવૃત્તિનું એક વર્ષ પૂર્ણ, 15 ઓગસ્ટે ક્રિકેટ છોડ્યું

g clip-path="url(#clip0_868_265)">