AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI, 3rd T20I, LIVE Streaming: જાણો- તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.

IND vs WI, 3rd T20I, LIVE Streaming: જાણો- તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો
India vs West Indies India lead 2-0 in T20 series
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:23 AM
Share

IND vs WI : શ્રેણીમાં પહેલાથી જ વિજયી લીડ લઈ રહેલી ભારતીય ટીમ રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં રમવા ઉતરશે. વિરાટ કોહલી (Virat Kohli) અને ઋષભ પંતને 10 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે, જેનાથી ભારતને શ્રેયસ અય્યર (Shreyas Iyer)અને ઋતુરાજ ગાયકવાડને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની તક મળશે. ભારતે શુક્રવારે બીજી T20માં વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવી રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં સતત ત્રીજી શ્રેણી જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ માટે આઠ મહિનાથી ઓછા સમય બાકી હોવાથી, રોહિત (Rohit Sharma) નવા વિકલ્પો અજમાવશે અને તેની શરૂઆત રિઝર્વ ઓપનરની શોધ સાથે થઈ શકે છે. લોકેશ રાહુલની ગેરહાજરીમાં, ઇશાન કિશન ટોચના ક્રમમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો છે અને તેની જગ્યાએ પ્રતિભાશાળી ગાયકવાડને લેવામાં આવી શકે છે, જે અત્યાર સુધી બહાર હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ 20 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકો

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય https://tv9gujarati.com/પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

બંને ટીમો

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક. હુડ્ડા, કુલદીપ યાદવ અને હરપ્રીત બ્રાર

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન, ફેબિયન એલન, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસીન, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, ઓડિન સ્મિથ, માયર્સ અને હેડન વોલ્શ જુનિયર

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">