AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન, ઓવર ઘટાડી દેવામાં આવી

India vs Pakistan: એશિયા કપ 2023 ની ત્રીજી મેચ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદે સતત વિઘ્ન સર્જી દીધા છે. પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ શરુ થવામાં વિલંબ થયો હતો. વરસાદને લઈ મેચમાં સમય ખરાબ થવાને લઈ ઓવર કટ કરી દેવામાં આવી છે.

Breaking News: ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન, ઓવર ઘટાડી દેવામાં આવી
14 ઓવર કટ કરાઈ
| Updated on: Sep 02, 2023 | 9:35 PM
Share

એશિયા કપ 2023 ની ત્રીજી મેચ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદે સતત વિઘ્ન સર્જી દીધા છે. પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ શરુ થવામાં વિલંબ થયો હતો. વરસાદને લઈ મેચમાં સમય ખરાબ થવાને લઈ ઓવર કટ કરી દેવામાં આવી છે. ક્રિકેટ રસિકો ભારત અને પાકિસ્તાન મેચને રોમાંચને માણવા માટે મેચ ફરી શરુ થાય એ માટે રાહ જોઈ રહ્યા છે.

જોકે 9 કલાકે અંપાયર્સ દ્વારા મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ફરીથી હળવો વરસાદ શરુ થયો હતો. આમ એક સમયે થોડીક વારમાં મેચ શરુ થવાની તૈયારી હતી, ત્યાં ફરી વરસાદ વરસતા પિચ પર કવર્સ ફરીથી ઢાંકવામાં આવ્યા છે. આમ હવે ફરીથી મેચ શરુ થવામાં વિલંબ સર્જાયો છે. જેમ જેમ સમય પસાર થશે એમ મેચમાં હજુ પણ ઓવર્સ ઘટાડવામાં આવી શકે છે.

5 મિનિટે એક ઓવર કપાશે

હજુ પણ વરસાદ ફરીથી વરસવાને લઈ મેચમાં પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ શરુ થવામાં મોડુ થઈ રહ્યુ છે. પહેલા જ 14 ઓવર કપાઈ ચૂક્યા બાદ હવે ફરીથી દરેક પાંચ મિનિટનો સમય પસાર થવા પર ઓવર કપાઈ જશે. આમ જેમ જેમ મોડુ થઈ રહ્યુ છે, એમ ઓવર્સ વધારે ઘટાડવામાં આવશે. આમ નવુ લક્ષ્ય પાકિસ્તાનને મળશે. આ પહેલા 9 કલાક મુજબ 36 ઓવર્સમાં 236 રનનુ ટાર્ગેટ આપવામાં આવ્યુ હતુ. જે હજુ પણ બદલાઈ શકે છે.

જો વરસાદનુ જોર હજુ પણ એક કલાક પરેશાન કરી શકે છે અને મેચ 10.27 વાગ્યે શરુ થાય તો પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ માત્ર 20 ઓવરની થઈ શકે છે. આ માટે લક્ષ્ય પણ બદલાઈ શકે છે. આમ જે રીતે હાલમાં વરસાદની સ્થિતિ જોવામાં આવે છે, એ ક્રિકેટ રસિયાઓનો મૂડ ખરાબ કરી રહ્યો છે. સાડા નવ વાગ્યે પણ પિચ પર કવર્સ ઢાંકેલ જોવા મળી રહ્યા છે. જો 20 ઓવર્સની મેચ રમાય તો 155 રન અને 30 ઓવરની મેચ રમાય તો 203 રનનુ લક્ષ્ય પાકિસ્તાનને મળી શકે છે.

આ પણ વાંચોઃ  Rajkot: HM હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને કરી ટકોર, નાગરીકો સાથે ગુનેગારની જેમ વ્યવહાર ના કરો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">