Rajkot: HM હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને કરી ટકોર, નાગરીકો સાથે ગુનેગારની જેમ વ્યવહાર ના કરો, જુઓ Video
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ પોલીસને ટકોર કરી હતી કે, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરશો નહીં. ફરિયાદીની વાતને સમજો અને તેમને સરળતા કરો. આરોપી સમજીને ફરિયાદની સાથે વ્યવહાર કરવુ જોઈએ નહીં. પોલીસ સ્ટેશન આવતા તમામ લોકો સાથે સારી રીતે વ્યવહાર પોલીસ કર્મીએ કરવો જોઈએ. દરેકને યોગ્ય ન્યાય મળી રહે પ્રકારે વર્તવુ જોઈએ.
રાજકોટમાં નવ નિર્મિત પાંચ પોલીસ મથકનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લોકર્પણ કરતા નવા આધુનિક સુવિધાઓ સાથેના માળખુ ધરાવતા નવિન પોલીસ મથક અને પોલીસ ચોરીના પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં એક સાગમટે પાંચ નવનિર્મિત થયેલા પોલીસ સ્ટેશન લોકોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ પોલીસને ટકોર કરી હતી કે, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરશો નહીં. ફરિયાદીની વાતને સમજો અને તેમને સરળતા કરો. આરોપી સમજીને ફરિયાદની સાથે વ્યવહાર કરવુ જોઈએ નહીં. પોલીસ સ્ટેશન આવતા તમામ લોકો સાથે સારી રીતે વ્યવહાર પોલીસ કર્મીએ કરવો જોઈએ. દરેકને યોગ્ય ન્યાય મળી રહે પ્રકારે વર્તવુ જોઈએ. સામાન્ય નાગરીકને ગુનેગાર જેવો વ્યવહાર ના થવો જોઈએ.
