પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ 253 રનના લક્ષ્યને સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર ઉતરી હતી પણ તે માત્ર 44.1 ઓવરમાં જ આઉટ થઈને 217 રનનું જ લક્ષ્ય સર કરી શકી હતી.
આ મેચ ભારતને જીતાડવામાં અંબાતી રાયડુ અને વિજય શંકરનો ફાળો મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે તેમને ભાગીદારીની 22.2 ઓવરમાં ભારતીય ટીમને 98 રન અપાવ્યાં હતાં. 90 રનની પારી રમનારા અંબાતી નાયડુને પ્લેયર ઓફ દ મેચ અને જ્યારે મોહમ્મદ શમીને મેન ઓફ દ સીરીઝ તરીકે પસંદગી કરાઈ છે. આ ક્રિકટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ ધરતી પર 5માંથી 4 મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી હોય.
[yop_poll id=”1034″]