India Vs New Zealand : ભારતે કર્યું ક્લીન સ્વીપ, ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં મેળવી ધમાકેદાર જીત

ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી લીધી છે.

India Vs New Zealand : ભારતે કર્યું ક્લીન સ્વીપ, ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં મેળવી ધમાકેદાર જીત
India Vs New Zealand 3rd odi ResultImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 10:14 PM

ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે ઈન્દોરના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ લડાયક ગેમ રમીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી લીધી છે.

બેંટિગમાં કેપ્ટન રોહિત શર્મા, યુવા ક્રિકેટર શુભમન ગિલ અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડયાના ધમાકેદાર પ્રદર્શન બાદ ભારતીય બોલરોએ પણ કહેર મચાવ્યો હતો.આજે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. ચહલની 2 વિકેટ અને ઉમરાન મલિક-પંડયાની 1-1 વિકેટને કારણે અંતે ન્યુઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઈ હતી. વનડે સિરીઝની અંતિમ મેચમાં ભારતે 90 રનથી જીત મેળવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

 

ભારતીય ટીમે આપ્યો હતો 386 રનનો ટાર્ગેટ

ઈન્દોરનાના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટના નુકશાન સાથે 385 રન બનાવ્યા છે.કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં બેટિંગથી તબાહી મચાવી હતી.

બંનેએ સાથે મળીને કિવી બોલરોને ખૂબ માર્યા. રોહિત અને ગિલે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતાની બેટિંગથી બધાનું ખૂબ મનોરંજન કર્યું, પરંતુ ગિલ અને રોહિત વચ્ચેની રેસ બંનેની બેટિંગ કરતાં વધુ મજેદાર હતી. ભારતીય કેપ્ટન અને ગિલ વચ્ચે ત્રીજી મેચમાં પહેલા સદી પૂરી કરવા માટે જબરદસ્ત રેસ જોવા મળી હતી.

પ્રથમ પારીમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને 26.1 ઓવર સુધી ક્રિઝ પર રહ્યા હતા. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતને પહેલો ફટકો રોહિતના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન 101 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભાગીદારી તૂટતાં જ ગિલની લય પણ બગડી ગઈ હતી. 230 રનના સ્કોર પર ભારતને બીજો ઝટકો ગિલના રૂપમાં લાગ્યો હતો.

ગિલ 112 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ ઈશાન કિશન 17 રન, વિરાટ કોહલી 36 રન, સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરી અને શાર્દુલ ઠાકુરે સાથે મળીને સ્કોર 367 રન સુધી પહોંચાડ્યો. ઠાકુર 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના વિદાયના થોડા સમય બાદ પંડ્યા પણ 54 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને ઇનિંગ્સના છેલ્લા બોલ પર કુલદીપ યાદવના રૂપમાં ઝટકો લાગ્યો હતો.

કેપ્ટન રોહિત શર્માએ પોન્ટિંગ અને જયસૂર્યાની બરાબરી કરી

રોહિત શર્માએ વનડેમાં આજે 30મી સદી ફટકારી છે. આ સાથે તે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગના નામે પણ વનડેમાં 30 સદી છે. વનડેમાં 49 સદી સાથે સચિન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 46 સદી સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">