India vs England 1st Test, Day 5 LIVE Score : 277 રને ભારત પરાજિત, “વિરાટ” સેના વામણી સાબિત થઈ

India vs England 1st Test, Day 5, LIVE Score: ભારત ઈગ્લેન્ડ વચ્ચેની ચેન્નાઈમાં રમાઈ રહેવી ટેસ્ટમેચનો આજે આખરી અને નિર્ણાયક દિવસ

India vs England 1st Test, Day 5 LIVE Score : 277 રને ભારત પરાજિત, વિરાટ સેના વામણી સાબિત થઈ
ભારત ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો આખરી અને નિર્ણાયક દિવસ

|

Feb 09, 2021 | 1:56 PM

India vs England: ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં  ભારત 192 રનમાં ઓલઆઉટ થયું છે.  ભારત  22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે.  ભારત  અહી  ચેન્નાઈમાં છેલ્લે  જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત સાબિત થઈ છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 09 Feb 2021 01:54 PM (IST)

  ભારતની હાર, 192માં ઓલ આઉટ

  420ના લક્ષ્યને આંબવા ભારત 192 પર હાંફી ગયું હતું. આમ ભારતની ધરતી પર 277 રને ઈંગ્લેન્ડની મોટી જીત થઈ હતી.

 • 09 Feb 2021 01:26 PM (IST)

  ભારત શર્મનાક હાર તરફ, કેપ્ટન કોહલી આઉટ

  ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોકસે વિરાટના સ્ટમ્પ સાથે સાથે ભારતની જીતના સપના પણ ઉડાવી દીધા. 104 બોલમાં 72 રન બનાવી કોહલી આઉટ થઈ ગયા હતા.

 • 09 Feb 2021 01:11 PM (IST)

  ભારતની 7 મી વિકેટ ખડી

  ચેન્નાઈ ટેસ્ટની જીતના સંઘર્ષમાં 7 મી વિકેટ પડી છે. 46 બોલનો સામનો કરીને અશ્વિન 9 રન બનાવીને આઉટ થઈ ગયો છે. જેક લીચે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

 • 09 Feb 2021 12:44 PM (IST)

  વિરાટ કોહલીની અડધી સદી પૂર્ણ, જીતનો આંક ઘણો દૂર

  વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 32 મી અર્ધ સદી છે. 74 બોલમાં વિરાટે 50 રન બનાવ્યા છે. ચેન્નાઇ ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં 420 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો અને 6 વિકેટે 150 રનનો આંક પાર કર્યો. જોકે, વિજયનો લક્ષ્યાંક હજી દિલ્હીથી ઘણો દૂર છે. પરંતુ સંઘર્ષ એક મોટી વસ્તુ છે. અને તે જ સંઘર્ષ કેપ્ટન કોહલી અને અશ્વિન ચેન્નાઇના મેદાન પર કરતા જોવા મળે છે.

 • 09 Feb 2021 12:35 PM (IST)

  બીજી સેશનની શરૂઆત

  વિરાટ અને અશ્વિન ક્રીઝ પર છે. ભારતની એક આ છેલ્લી એવી બેલડી છે જેનાથી ભારત કઈક આશા રાખી શકે છે. અત્યારે ઈંગ્લેન્ડની પકડ મેચમાં મજબૂત છે. જીતવા માટે ભારતે 250થી વધારે રન બનાવા પડશે જ્યારે સામે માત્ર 4 જ વિકેટ બચી છે.

 • 09 Feb 2021 11:47 AM (IST)

  પહેલા સેશનની રમત ખતમ

  Lunch Break : ભારતે 6 વિકેટ પર 144 રન બનાવ્યા. જીતના લક્ષ્યથી ટીમ ઈન્ડિયા હજુ પણ 276 રન દૂર છે.

 • 09 Feb 2021 11:42 AM (IST)

  આર્ચરના બોલથી અશ્વિનને વાગ્યું, છતાં ફટકાર્યો ચોકકો

  આર્ચરના બોલે અશ્વિનના કાંડાને ઇજા ગ્રસ્ત શું કર્યો કે અશ્વિને બોલને સીધો બાઉન્ડ્રીની પેલે પાર કરી દીધો. કાંડામાં ઇજા થવા છતાં પણ મેદાન પર રહી રમત ચાલુ રાખી અને બીજા જ બોલમાં એક શાનદાર ચોકકો ફટકાર્યો

 • 09 Feb 2021 11:35 AM (IST)

  વિરાટે લગાવી હેટટ્રીક, બેસની ઓવરમાં ફટકાર્યા 3 ચોક્કા

  વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના સ્પિનર ડોમ બેસના 3 બોલમાં 3 ચોક્કાઓ ફટકાર્યા છે. આ સાથે જ તે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યા છે. ભારતને હવે જીતવા માટે 280 રનની જરૂર છે ત્યારે સૌ કોઈ કેપ્ટન કોહલી પર મીટ માંડીને બેઠા છે.

 • 09 Feb 2021 11:16 AM (IST)

  ભારતની અડધી ટીમ આઉટ, પંત પવેલીયનના પંથે

  ચેન્નાઈ ટેસ્ટની બીજી પારીમાં ભારતની 6 વિકેટ પડી ચૂકી છે. જેમાંથી બે વિકેટ લીચને તો 3 એન્ડર્સનને ફાળે ગઈ છે અને એક વિકેટ ડોમ બેસે લીધી (સુંદર)

 • 09 Feb 2021 10:58 AM (IST)

  લીચે આપ્યો મોકો, વિરાટે માર્યો ચોકકો

  ભારતની જીતની જવાબદારી હવે લગભગ કેપ્ટન વિરાટ ઉપર જ છે. જેક લીચની ઓવરમાં ત્રીજા બોલ પર કોહલીએ  એક શાનદાર ચોકકો ફટરકાર્યો

 • 09 Feb 2021 10:54 AM (IST)

  ભારતના 100 રન પૂરા

  ભારત પોતાનો લક્ષ્ય મેળવવા મેદાન પર મેહનત કરી રહ્યું છે અને 100 રન પર પહોંચી ગયું છે. પંત અને વિરાટની જોડી ક્રીઝ પર છે. ભારતને જો પોતાના લક્ષ્ય સુધી પહોંચવું હશે તો આ જોડીએ કઈક મોટું કરવું પડશે

 • 09 Feb 2021 10:37 AM (IST)

  ગિલ બાદ રહાણે પણ બન્યો એન્ડર્સનનો શિકાર

  ભારતીય ટીમ માટે એન્ડર્સન ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગિલ બાદ તેને રહાણેને પોતાનો શિકાર બનાવ્યો. રહાણેને ખાતુ ખોલવાનો પણ મોકો આપ્યો નહીં અને કરી દીધો બોલ્ડ.

 • 09 Feb 2021 10:29 AM (IST)

  અર્ધ શતક લગાવીને ગિલ આઉટ

  ચેન્નાઈ ટેસ્ટની બીજી પારીમાં ગિલ 50 રન બનાવીને આઉટ થઈ ગયા. એન્ડર્સને કર્યો બોલ્ડ

 • 09 Feb 2021 09:51 AM (IST)

  ભારતનો સ્કોર 50 રન

  ચેન્નાઈ ટેસ્ટમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 420 રનનો પીછો કરતા ભારતે  બીજી ઈનિગ્સમાં મેચના પાંચમા દિવસે, એક વિકેટનો ભોગે 50 રન બનાવ્યા છે. હજુ જીતના લક્ષ્યાંક કરતા 470 રન દુર છે ભારત. હાલ ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલ ક્રિજ ઉપર છે.

   

   

 • 09 Feb 2021 09:29 AM (IST)

  પાંચમો દિવસ, 381 રન અને વિક્રમ

  ચેન્નાઈ ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. ભારતને જીતવા માટે 381 રનની આવશ્યકતા છે. જો ભારત આજે 381 રન બનાવી લે છે તો, એશિયામાં એક નવો વિક્રમ રચાશે. હાલ તો આ વિક્રમ પાકિસ્તાનના નામે છે પાકિસ્તાને 2014માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં છેલ્લા દિવસે 302 રન કર્યા છે. ભારત જો આજે પાંચમા દિવસે 381 રન બનાવે છે તો આ એક નવો વિક્રમ હશે.

   

Published On - Feb 09,2021 1:54 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati