IND vs AUS: ભારતે નાગપુર ટેસ્ટમાં ઈનીંગ અને 132 રનથી જીતી, ઓસ્ટ્રેલિયા 91માં સમેટાયુ, અશ્વિનની 5 વિકેટ

ઓસ્ટ્ર્લિયાની બીજી ઈનીંગ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અશ્વિને 5 વિકેટ ઝડપી હતી.

IND vs AUS: ભારતે નાગપુર ટેસ્ટમાં ઈનીંગ અને 132 રનથી જીતી, ઓસ્ટ્રેલિયા 91માં સમેટાયુ, અશ્વિનની 5 વિકેટ
1st test match report
Follow Us:
| Updated on: Feb 11, 2023 | 3:08 PM

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે એક ઈનીંગ અને 132 રનથી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દાવ 177 રનમાં અને બીજો દાવ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગયો હતો. નાગપુર ટેસ્ટ માં ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે 223 રનની લીડ મેળવી હતી. પરંતુ ભારતીય દિગ્ગજ અશ્વિનની બોલિંગ સામે કાંગારુ ટીમે ઝડપથી સમેટાઈ જતા ત્રીજા દિવસે ટેસ્ટનુ પરીણામ સામે આવ્યુ હતુ.

નાગપુર ટેસ્ટનુ પરિણામ માત્ર ત્રીજા દિવસે જ સામે આવ્યુ છે. ભારતે આ દરમિયાન મેચના ત્રણેય દીવસે બેટિંગ કરી હતી. જ્યારે નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને તેની બંને ઈનીંગ ઝડપથી સમેટાઈ જવા પામી હતી. પિચને દોષ દેવાઈ રહ્યો હતો, એ જ પિચ પર રોહિતની સદી ઉપરાંત નવમાં ક્રમે આવેલા અક્ષર પટેલે 84 રન નોંધાવ્યા હતા.

અશ્વિને તરખાટ મચાવ્યો

સ્ટીવ સ્મીથ 25 રન નોંધાવી અણનમ રહ્યો હતો. જ્યારે બીજા છેડે એક બાદ એક ખેલાડીઓએ વિકેટ ગુમાવી હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયનોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને વારાફરતી પેવેલિયન મોકલ્યા હતા. ખ્વાજાના રુપમાં ભારતને પ્રથમ સફળતા 7 રનના ઈનીંગ સ્કોર પર મળી હતી. ખ્વાજાએ 5 રન નોંધાવ્યા હતા. ડેવિડ વોર્નરે 41 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. જેનો શિકાર અશ્વિને કર્યો હતો.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

મેટ રેનશો (2 રન, 7 બોલ), પીટર હેન્ડ્સકોમ્બ, (6 રન, 6 બોલ) અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી (10 રન, 6 બોલ)નો શિકાર અશ્વિને કર્યો હતો. અશ્વિને કમાલની બોલિંગ કરીને પોતાની ફિરકીની જાળમાં 5 કાંગારુઓનો શિકાર કર્યો હતો. માર્નસ લાબુશેન 17 રન નોંધાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર થયો હતો. જાડેજાએ પેટ કમિન્સને 1 રનના વ્યક્તિગત યોગદાન પર જ આઉટ કર્યો હતો. શમી અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.

આમ રહી પ્રથમ ઈનીંગ

ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ ઈનીંગ રમતા રવિન્દ્ર જાડેજાની 5 વિકેટને લઈ માત્ર 177 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ. ત્યાર બાદ ભારતે રોહિત શર્માની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે મજબૂત લીડ મેળવવાનો પાયો રચ્યો હતો. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેએ અડધી અડધી સદી નોંધાવી હતી. અક્ષર પટેલે 84 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમે ટેસ્ટ મેચના ત્રણેય દિવસ બેટિંગ કરી હતી અને વિશાળ લીડ મેળવી હતી.

નિચા સ્કોરનો રેકોર્ડ

19 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 93 રનના સ્કોર પર સમેટાઈ ગયુ હતુ. આ બીજો નિચો સ્કોર નોંધાયો છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2004માં ભારત સામે 93 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">