India Tour : ભારત-ન્યૂઝીલેન્ડ સીરિઝના કાર્યક્રમમાં મોટો ફેરફાર, આ કારણે ટીમ ઇન્ડિયાનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો

|

Sep 16, 2021 | 6:01 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાવાની હતી, પરંતુ ટીમ ઇન્ડિયાના માર્ગમાં ન્યુઝીલેન્ડનો નિયમ અવરોધ બની ગયો, જેના કારણે માર્ચમાં સીરિઝ મુલતવી રાખવામાં આવી છે.

India Tour : ભારત-ન્યૂઝીલેન્ડ સીરિઝના કાર્યક્રમમાં મોટો ફેરફાર, આ કારણે ટીમ ઇન્ડિયાનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો
India Tour of New Zealand

Follow us on

India Tour : કોરોના મહામારીને કારણે ક્રિકેટ ટુર્નામેન્ટ્સ (Cricket Tournaments) અને સીરિઝો પર ખરાબ રીતે અસર થઈ છે. કોરોના સંક્રમણથી બચવા માટે બાયો-બબલ્સ (Bio-Bubbles) તૈયાર કરવામાં આવે છે તો પણ રમત ગમતની ઇવેન્ટ્સ પ્રભાવિત થઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ (Test Series)ની છેલ્લી મેચ ચેપને કારણે રદ કરવી પડી હતી અને હવે ટીમ ઈન્ડિયાની બીજી સીરિઝ તેનાથી પ્રભાવિત થઈ હોય તેમ લાગે છે.

ન્યૂઝીલેન્ડના મીડિયાના અહેવાલ અનુસાર, આગામી વર્ષે ભારતીય ટીમના પ્રવાસમાં ફેરફાર થયો છે. ટીમ ઇન્ડિયા (Team India) માર્ચમાં વનડે સીરિઝ (ODI Series) માટે ન્યૂઝીલેન્ડ જવાની છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ તેનું આયોજન કરવામાં આવશે.

ક્રિકેટ વેબસાઇટના જણાવ્યા અનુસાર મહિલા વિશ્વ કપ સાથે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને ન્યૂઝીલેન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘મેનેજ આઇસોલેશન એન્ડ ક્વોરેન્ટાઇન’ (એમઆઇક્યુ) યાદીમાં સ્થાન મળ્યું છે. પરંતુ ભારતીય ટીમનો તેમાં ઉલ્લેખ નથી. MIQ ને કારણે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નેધરલેન્ડનો પ્રવાસ માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે અને તેના કારણે ભારતની વનડે સીરિઝમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ટી 20 વર્લ્ડ કપ બાદ યોજાનારી ઇવેન્ટ્સ

યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ (T20 World Cup)પછી, ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાત લેશે, જ્યાં બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ 2-મેચની ટેસ્ટ સીરિઝ અને 3-મેચની T 20 સીરિઝ રમશે. વર્લ્ડકપ સુપર લીગ અંતર્ગત વનડે શ્રેણી ન્યૂઝીલેન્ડમાં યોજાવાની હતી. આ સીરિઝ પહેલા, ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ચેમ્પિયનશિપ (New Zealand Test Championship) માટે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરવાની છે. નેધરલેન્ડ સામે વનડે સીરિઝ (ODI Series)નું આયોજન કરવામાં આવનાર છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ કહ્યું કે, ઓક્ટોબરમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2022 બાદ હવે ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ રમાશે.

MIQ ને કારણે સીરિઝમાં ફેરફાર

ન્યૂઝીલેન્ડ સરકારે દેશમાં આવતા લોકો માટે MIQ ની નીતિ તૈયાર કરી છે, જે અંતર્ગત તેમને 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ખેલાડીઓના સંદર્ભમાં, તેમને આ સમયગાળા દરમિયાન થોડા દિવસો પછી જ ક્વોરેન્ટાઇન (Quarantine)માં પ્રેક્ટિસ કરવાની છૂટ છે. આવી સ્થિતિમાં, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમો તેમના દેશમાં આવી રહી છે તેમને 35-35 સભ્યો માટે MIQ યાદીમાં સ્થાન મળ્યું છે, જ્યારે મહિલા વનડે વર્લ્ડ કપ (Women’s ODI World Cup) માટે 181 લોકોને તેમાં સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં, ભારતીય સીરિઝ માટે પૂરતો સમય ન હોવાને કારણે, વર્ષના અંતમાં તેનું આયોજન કરવામાં આવશે.

 

આ પણ વાંચો : 2 ફેબ્રુઆરીથી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’નો ઉદ્ઘાટન સમારોહ, રાજનાથ સિંહ અને મોહન ભાગવતને ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું

Next Article