IND W vs PAK W : T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચમાં કોનું પલડું ભારે, જાણો !
આઈસીસી વિમેન્સ ટી 20 વર્લ્ડ કપ આજે 12 જૂનથી ચાલૂ થવાનું છે. આ મેચ ઈંગ્લેન્ડમાં રમવામાં આવશે. પ્રથમ આવૃત્તિ 2009માં ઇંગ્લેન્ડમાં યોજાઈ હતી.

આઈસીસી વિમેન્સ ટી 20 વર્લ્ડ કપનું 10મું સીઝન આજથી 12 જૂન શરૂ થશે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આ ઐતિહાસિક ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. બંને દેશો વચ્ચેની આ હાઇ-વોલ્ટેજ મેચ માટે ચાહકો ઉત્સાહિત છે. આ મેચ સાથે બંને ટીમો આઈસીસી વિમેન્સ ટી 20 વર્લ્ડ કપ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
મેચ ક્યારે, ક્યાં અને કયા સમયે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેનો આ બ્લોકબસ્ટર મુકાબલો રવિવારે 14 જૂન, 2026 ના રોજ રમાશે. બંને ટીમો બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકબીજા સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. આ વર્ષનો મહિલા T20 વર્લ્ડ કપ એક ખાસ અને ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. કારણ કે તેના ઇતિહાસમાં પહેલી વાર 10ને બદલે 12 ટીમો સામેલ છે.
ગ્રુપમાંથી ફક્ત 2 ટીમો જ આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થશે
આ 12 ટીમોને બે અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રુપ Aમાં મૂકવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની મજબૂત ટીમોનો સમાવેશ થાય છે. ગ્રુપમાં તીવ્ર સ્પર્ધા જોવા મળશે. ભારતની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામેની જીત મહત્વપૂર્ણ રહેશે. કારણ કે દરેક ગ્રુપમાંથી ફક્ત બે ટીમો જ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે.
ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર છે
આઈસીસી વિમેન્સ ટી 20 વર્લ્ડ કપ ઇતિહાસની વાત કરીએ તો, ભારત અને પાકિસ્તાનની ટીમ કુલ આઠ વખત એકબીજા સામે રમી છે. આ મેચોમાં ભારતીય મહિલા ટીમનો દબદબો છે. ભારતે 6 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. દરમિયાન પાકિસ્તાન ફક્ત 2 વાર જ જીતવામાં સફળ રહ્યું છે. આ ઐતિહાસિક આંકડાઓના આધારે, હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયા આ વખતે ટોચ પર હોય તેવું લાગે છે.
ફિલ્ડિંગ રહેશે મહત્વનો મુદ્દો
એજબેસ્ટનનું મેદાન મોટા મુકાબલાઓ માટે જાણીતું છે. અહીં અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ ચૂકી છે. સ્ટેડિયમમાં આશરે 20થી 25 હજાર દર્શકોની હાજરી વચ્ચે બંને ટીમો પર દબાણ પણ રહેશે અને અપેક્ષાઓ પણ ઊંચી રહેશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે મેચમાં પાવરપ્લેની બેટિંગ, મિડલ ઓવરોમાં સ્પિનરોની બોલિંગ અને અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલરોનું પ્રદર્શન નિર્ણાયક સાબિત થઈ શકે છે. બંને ટીમો માટે ફિલ્ડિંગ પણ મહત્વનો મુદ્દો રહેશે. કારણ કે આવા મોટા મુકાબલાઓમાં એક કેચ અથવા એક રનઆઉટ મેચનું ચિત્ર બદલી શકે છે.
ઓસ્ટ્રેલિયા 6 વખત ટાઇટલ જીતી છે
2024 સુધીમાં કુલ સીઝન રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ છ વખત ( 2010 , 2012 , 2014 , 2018 , 2020 , 2023 ) ટુર્નામેન્ટ જીતીને સૌથી સફળ ટીમ સાબિત થઈ છે. જ્યારે ઇંગ્લેન્ડ ( 2009 ), વેસ્ટ ઇન્ડીઝ ( 2016 ) અને ન્યુઝીલેન્ડ ( 2024 ) પાસે એક-એક ટાઇટલ છે . ન્યુઝીલેન્ડ વર્તમાન ચેમ્પિયન છે. જેણે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત 2024ની આવૃત્તિ જીતી હતી .
