AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: રોહિત-વિરાટ સહિત ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ધામા નાંખશે, જાણો ક્યારે સાઉથ આફ્રિકા જવા રવાના થશે?

ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ભેગા થશે.

IND vs SA: રોહિત-વિરાટ સહિત ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ધામા નાંખશે, જાણો ક્યારે સાઉથ આફ્રિકા જવા રવાના થશે?
Indian player
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:45 AM
Share

IND vs SA: ટીમ ઈન્ડિયા (Team India)નો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડી (Indian player)ઓ આજથી મુંબઈમાં ભેગા થશે. અહીં 3 દિવસ ક્વોરેન્ટાઇન (Quarantine)માં રહ્યા બાદ તમામ ખેલાડીઓ 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા (South Africa) જવા રવાના થશે. ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ભારતીય ખેલાડીઓની ઘરઆંગણાની સીરીઝ હાલમાં જ પૂરી થઈ છે. આ શ્રેણી બાદ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા પોતાના ઘરે સમય પસાર કરવા માટે થોડો સમય મળ્યો છે.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, “બધા ખેલાડીઓ રવિવારે મુંબઈમાં એકઠા થશે. રોહિત અને વિરાટ પણ આમાં સામેલ થશે. આ તમામ ખેલાડીઓ બાયો-સિક્યોર બબલ (Bio-secure bubbleBio-secure bubble)માં રહ્યા બાદ 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થશે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે મુંબઈમાં તેમના મેળાવડા પહેલા, કેટલાક ભારતીય ખેલાડીઓએ તેમના પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ કરી અને ગુડબાય મેસેજ લખ્યા.

પુજારાની પ્રવાસ પહેલા ગુડબાય પોસ્ટ

ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)એ લખ્યું, “આગામી પ્રવાસની શરૂઆત પહેલા ઘરે છેલ્લો દિવસ. આગળના પડકારો માટે તૈયાર છે પરંતુ આ બંનેને ચૂકી જવાથી દુઃખી છું.” પુજારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે. આ પ્રવાસમાં ભારતે 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

ટીમ ઈન્ડિયા 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચશે

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય ટીમ (Indian team)ના રોકાણ માટે ઈરેન લોજ હોટેલ બુક કરવામાં આવી છે. ભારતીય ટીમ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચશે. આ એ જ હોટલ છે જેમાં અગાઉ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમ રોકાઈ હતી. ભારતે 26 ડિસેમ્બરથી પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ રમવાની છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ હશે, જે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા કેપટાઉન જતા પહેલા જોહાનિસબર્ગમાં રમાનાર નવા વર્ષની ટેસ્ટ માટે પણ આ હોટલમાં રોકાશે.

આ પણ વાંચો : હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">