IND vs SA, 2nd Test, Day 3, Score Highlights: અશ્વિને અપાવી બીજી સફળતા, પીટરસનના રુપમાં દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:15 PM

IND vs SA, 2nd Test, Day 3, LIVE Highlights in gujarati: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ મેદાન પર રમાઈ રહી છે.

IND vs SA, 2nd Test, Day 3, Score Highlights: અશ્વિને અપાવી બીજી સફળતા, પીટરસનના રુપમાં દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ
IND vs SA, 2nd Test

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી જોહાનિસબર્ગ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ દાવમાં 202 રનમાં સમેટાયા બાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી છે. બીજી ઈનિંગમાં અત્યાર સુધી તેણે 240 રનની લીડ લીધી હતી.

ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોની સામે આફ્રિકાના બોલરોનો સામનો કરવાનો પડકાર છે. ખાસ કરીને અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે આ દિવસ ખાસ છે. આ બંને બેટ્સમેન લાંબા સમયથી ફોર્મમાં નથી અને આજે આ બંને દિવસની શરૂઆત કરશે. બંને પાસે પોતાનું ફોર્મ પાછું મેળવવા અને ટીમને મજબૂત લીડ અપાવવાની શાનદાર તક છે,ભારત શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ છે, જો અહીં જીત મળશે તો શ્રેણી પર કબજો કરી લેશે.

બંને ટીમોના પ્લેઈંગ-11

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન,રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બાવુમા, કાઈલ વેરેના , માર્કો જેનસેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jan 2022 09:14 PM (IST)

    ત્રીજા દિવસની રમત સમાપ્ત

    બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે આપેલા 240 રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 118 રન બનાવી લીધા હતા. હવે તેને અહીંથી જીતવા માટે 122 રનની જરૂર છે, જ્યારે તેની પાસે પૂરા બે દિવસ અને આઠ વિકેટ છે. દક્ષિણ આફ્રિકાના સુકાની ડીન એલ્ગર 46 રને અને રાસી વાન ડેર ડુસાન 11 રને અણનમ પરત ફર્યા હતા.

  • 05 Jan 2022 08:54 PM (IST)

    મયંકને ઈજા થતા મેદાનની બહાર ગયો

    ભારતના ઓપનર મયંક અગ્રવાલને ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઈ છે અને તે બહાર થઈ ગયો છે. બોલને અટકાવતી વખતે મયંક ડાઈવ માર્યો અને તે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો. આ સાથે સાઉથ આફ્રિકાના કેપ્ટન એલ્ગરે પણ ફિઝિયોને મેદાન પર બોલાવીને આંગળી છાંટી હતી.

  • 05 Jan 2022 08:31 PM (IST)

    એલ્ગરને બોલ વાગ્યો

    બોલ સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરના હેલ્મેટ પર વાગ્યો હતો. 31મી ઓવર ફેંકતા બુમરાહે એક બાઉન્સર ફેંક્યો જેના પર એલ્ગર મૂંઝવણમાં પડી ગયો અને બોલ તેના હેલ્મેટની ગ્રિલ સાથે અથડાયો. ફિઝિયો મેદાનમાં આવ્યો છે અને એલ્ગરનુ નિરીક્ષણ કર્યુ હતુ. એલ્ગર બોલ સાથે અથડાયા બાદ તરત જ બેસી ગયો હતો.

  • 05 Jan 2022 08:15 PM (IST)

    અદ્ભુત કર્યુ અશ્વિને

    અશ્વિને કીગન પીટરસનને આઉટ કરીને ખતરનાક ભાગીદારી તોડી અને શાનદાર પ્રદર્શન પણ કર્યું. અનિલ કુંબલે બાદ તે આ વોન્ડરર્સ મેદાન પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય સ્પિન બોલર બની ગયો છે.

  • 05 Jan 2022 08:03 PM (IST)

    કીગન પીટરસન આઉટ, અશ્વિને અપાવી બીજી સફળતા

    અશ્વિને ભારતને જરૂરી વિકેટ આપી છે. અશ્વિને 28મી ઓવરના બીજા બોલે કીગન પીટરસનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. પીટરસને 28 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન ડીન એલ્ગર સાથે 46 રનની ભાગીદારી કરી હતી. બોલે ઓફ-સ્ટમ્પની બહાર સારો વળાંક લીધો અને પીટરસનના પેડ્સ પર વાગ્યો. ટીમ ઈન્ડિયાએ જોરદાર અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપ્યો. પીટરસને રિવ્યુ લેવાનું વિચાર્યું પણ ન કર્યું.

  • 05 Jan 2022 08:02 PM (IST)

    દક્ષિણ આફ્રિકાને 150 રનની જરૂર

    દક્ષિણ આફ્રિકા જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 240 રનના ટાર્ગેટનો પીછો કરતા તેણે 26 ઓવરમાં એક વિકેટના નુકસાને 90 રન બનાવ્યા હતા. હવે અહીંથી તેને 150 રનની જરૂર છે. તેની પાસે નવ વિકેટ છે તેમજ આજની રમત સિવાય હજુ બે દિવસ બાકી છે. આવી સ્થિતિમાં તેમની જીત નિશ્ચિત જણાય છે.

  • 05 Jan 2022 07:35 PM (IST)

    ભારતને બીજી વિકેટની જરૂર

    દક્ષિણ આફ્રિકાને તે જોઈતી શરૂઆત મળી છે. તે કોઈ સમસ્યા વિના ધીમે ધીમે 240 રનની નજીક જઈ રહી છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. અત્યાર સુધી ભારતને માત્ર એક જ સફળતા મળી છે જે શાર્દુલ ઠાકુરે આપી છે. ભારતે મેચમાં વાપસી કરવા માટે ઝડપી વિકેટ લેવી પડશે. ભારતીય બોલરો વિકેટ મેળવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.

  • 05 Jan 2022 07:14 PM (IST)

    પીટરસનનો બુમરાહ પર વાર

    13મી ઓવર લાવનાર જસપ્રિત બુમરાહના પહેલા જ બોલ પર કીગન પીટરસને શાનદાર શોટ ફટકાર્યો હતો. પીટરસને લેગ-સ્ટમ્પ બોલ પર મિડવિકેટ અને મિડ-ઓન વચ્ચે ડ્રાઇવ ફટકારીને ચાર રન બનાવ્યા.

  • 05 Jan 2022 06:44 PM (IST)

    માર્કરમ આઉટ

    શાર્દુલ ઠાકુરે ભારતને જરૂરી વિકેટ આપી છે. ઠાકુરે દક્ષિણ આફ્રિકાના સેટ બેટ્સમેન એડન માર્કરામને આઉટ કર્યો હતો. શાનદાર લયમાં જોવા મળતા ઠાકુરે માર્કરમને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તેણે 31 રન બનાવ્યા હતા.

  • 05 Jan 2022 06:35 PM (IST)

    ટી બ્રેક બાદ રમત શરુ

    વિરામ બાદ મેચ શરૂ થઈ ગઈ છે. ત્રીજા દિવસનું આ છેલ્લું સત્ર છે જ્યાં ભારત દક્ષિણ આફ્રિકા માટે શક્ય તેટલી વધુ વિકેટ લેવાનો પ્રયાસ કરશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા ઈચ્છે છે કે તેમની ઓપનિંગ જોડી આ સિઝનમાં સારા રન બનાવે અને ટીમે ઓછી વિકેટ ગુમાવી.

  • 05 Jan 2022 05:38 PM (IST)

    IND vs SA : ભારતે તેના બીજા દાવમાં 266 રન બનાવ્યા

    લુંગી એનગિડીએ મોહમ્મદ સિરાજને બોલ્ડ કરીને ભારતીય ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ભારતે તેના બીજા દાવમાં 266 રન બનાવ્યા હતા. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાને 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. હનુમા વિહારી 40 રને અણનમ પરત ફર્યો હતો.

  • 05 Jan 2022 05:28 PM (IST)

    IND vs SA :વિહારી તરફથી બીજી બાઉન્ડ્રી

    વિહારી રન બનાવવાની એક પણ તક છોડી રહ્યો નથી. એનગિડીએ ફરી એકવાર તેને શોર્ટ બોલ ફેંક્યો અને તેના પર વિહારીએ શાનદાર સ્ટ્રાઇક સાથે ચોગ્ગો ફટકાર્યો.

  • 05 Jan 2022 05:13 PM (IST)

    IND vs SA : બુમરાહ આઉટ ભારતને નવમો ઝટકો લાગ્યો

    જસપ્રીત બુમરાહ સાત રન બનાવીને આઉટ થયો હતો. 57મી ઓવરના બીજા બોલ પર લુંગી એનગિડીએ બુમરાહને માર્કો યાનસનના હાથે કેચ કરાવ્યો હતો. બુમરાહે સાત રન બનાવ્યા હતા. ટીમના કુલ સ્કોર 245ના સ્કોર પર તેની વિકેટ પડી.

  • 05 Jan 2022 05:03 PM (IST)

    IND vs SA : જસપ્રિત બુમરાહે સિકસ ફટકારી

  • 05 Jan 2022 04:51 PM (IST)

    IND vs SA : ભારતને આઠમો ઝટકો, મોહમ્મદ શમી આઉટ

    ભારતની આઠમી વિકેટ પડી છે. માર્કો યાનસને મોહમ્મદ શમીને આઉટ કર્યો છે.શમી ખાતું પણ રમી શક્યો નહોતો. યાનસને શમીને વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો હતો. ભારતનો સ્કોર અત્યારે આઠ વિકેટે 228 રન છે.

  • 05 Jan 2022 04:42 PM (IST)

    IND vs SA : શાર્દુલ ઠાકુરની શાનદાર ઇનિંગનો અંત, ભારતની સાતમી વિકેટ પડી

    ટીમ ઈન્ડિયાને 225 રનના સ્કોર પર 7મો ઝટકો લાગ્યો હતો. શાર્દુલ ઠાકુર 24 બોલમાં 28 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે માર્કો જેન્સને કેશવ મહારાજના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને દક્ષિણ આફ્રિકા પર 200 રનની લીડ મળી હતી.

  • 05 Jan 2022 04:41 PM (IST)

    IND vs SA : શાર્દુલ ઠાકુરે સિક્સ ફટકારી

    શાર્દુલ ઠાકુરે માર્કો જેનસેનની એક ઓવરમાં 1 સિક્સ અને 2 ફોર ફટકારી છે.

  • 05 Jan 2022 04:38 PM (IST)

    IND vs SA :રબાડાની નબળી બોલિંગ

    જો કે રબાડા દક્ષિણ આફ્રિકા માટે સફળતા અપાવી છે, પરંતુ આ દરમિયાન તેણે ઘણા ખરાબ બોલ પણ ફેંક્યા છે. તેણે 49મી ઓવરનો પાંચમો બોલ લેગ સ્ટમ્પની બહાર ફેંક્યો અને વિકેટકીપર તેને પકડી શક્યો નહીં. આ કારણે ભારતના ખાતામાં બાઉન્ડ્રી આવી ગઈ. આ પહેલા રબાડા પણ સતત નો બોલ ફેંકી રહ્યો છે.

  • 05 Jan 2022 04:24 PM (IST)

    IND vs SA : ભારતનો સ્કોર 45 ઓવરમાં 6 વિકેટે 189 રન

    ભારતનો સ્કોર 45 ઓવરમાં 6 વિકેટે 189 રન છે. હનુમા વિહારી 33 બોલમાં 6 રન અને શાર્દુલ ઠાકુર 3 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યા છે.

  • 05 Jan 2022 03:39 PM (IST)

    IND vs SA : પ્રથમ સેશનની રમત સમાપ્ત

    ત્રીજા દિવસના પ્રથમ સેશનની રમત પૂરી થઈ ગઈ છે. આ સેશનમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને પોતાનો સ્કોર 188 રન બનાવી લીધો હતો. આ સાથે તેણે યજમાન ટીમ પર 161 રનની લીડ મેળવી લીધી છે. શાર્દુલ ઠાકુર ચાર અને હનુમા વિહારી છ રન બનાવી રહ્યો છે.

  • 05 Jan 2022 03:33 PM (IST)

    IND vs SA : રવિચંદ્રન અશ્વિન પણ પેવેલિયન પરત ફર્યો

    લુંગી એન્ગિડીએ રવિચંદ્રન અશ્વિનની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો આપ્યો છે. પ્રથમ દાવમાં 46 રન બનાવનાર રવિ અશ્વિન બીજી ઇનિંગમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર હવે 6 વિકેટે 184 રન છે. ટીમ ઈન્ડિયા પાસે 157 રનની લીડ છે.

  • 05 Jan 2022 03:27 PM (IST)

    IND vs SA : રવિચંદ્રન અશ્વિને શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    રવિચંદ્રન અશ્વિને શાનદાર ફોર ફટકારી હતી. માર્કો યાનસને ઓફ-સ્ટમ્પની બહાર શોર્ટ બોલ ફેંક્યો અને અશ્વિનના બેકફૂટ પંચે સળંગ કવરની દિશામાં ફોર ફટકારી. અશ્વિને 43મી ઓવરના ત્રીજા બોલ પર આ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Jan 2022 03:11 PM (IST)

    IND vs SA :ભારતીય ટીમ ફરી એક વખત મુશ્કેલીમાં ફસાય

    પ્રથમ 1 કલાકની શાનદાર રમત બાદ ભારતીય ટીમ ફરી એક વખત મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. કાગિસો રબાડાએ તેના વર્તમાન સ્પેલમાં 3 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકા માટે વાપસીનો માર્ગ ખોલ્યો હતો. રિષભ પંત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. ભારત, 167/5. 140 રનની આગળ.

  • 05 Jan 2022 03:05 PM (IST)

    IND vs SA : રિષભ પંત પણ પેવેલિયન પરત ફર્યો, રબાડાએ ભારતને પાંચમો ઝટકો આપ્યો

    હનુમા વિહારીએ 38મી ઓવરના પાંચમા બોલ પર  ચોગ્ગો ફટકાર્યો હતો.ટીમ ઈન્ડિયાને સતત 3 ઝટકા, રહાણે, પૂજારા અને પંત આઉટ

  • 05 Jan 2022 02:57 PM (IST)

    IND vs SA : રહાણે બાદ પુજારા પણ આઉટ થતા ભારતને ચોથો ઝટકો લાગ્યો

    ચેતેશ્વર પુજારા 53 રન બનાવીને આઉટ થયો છે. રબાડાએ તેને 37મી ઓવરના છેલ્લા બોલ પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. પૂજારાએ રિવ્યુ લીધો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પૂજારાએ 86 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા.

  • 05 Jan 2022 02:45 PM (IST)

    IND vs SA : ભારતને ત્રીજો ઝટકો લાગ્યો, રહાણે આઉટ થયો

    અજિંક્ય રહાણે આઉટ થયો છે. કાગિસો રબાડાએ તેને 35મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કરાવ્યો હતો. રહાણેએ 58 રન બનાવ્યા હતા.

  • 05 Jan 2022 02:44 PM (IST)

    IND vs SA : ટીમ ઈન્ડિયાએ 150 રન પૂરા કર્યા

    ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની સદીની ભાગીદારીને કારણે ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે બીજા દાવમાં 150નો આંકડો પાર કરી લીધો છે. ભારતીય ટીમની લીડ હવે 128 રન પર પહોંચી ગઈ છે. ભારત, 155/2

  • 05 Jan 2022 02:41 PM (IST)

  • 05 Jan 2022 02:39 PM (IST)

    IND vs SA : રહાણે-પુજારાની 100 રનની ભાગીદારી

    રહાણે અને પૂજારાએ ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી પૂરી કરી હતી. આ દરમિયાન આ બંને બેટ્સમેનોએ પોતપોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી છે. ભારતીય ટીમના મોટા સ્કોર માટે આ બંને બેટ્સમેન જવાબદાર છે. આ બંને પાસેથી હવે ટીમને સદીની આશા રહેશે. બંને બેટ્સમેનો લાંબા સમયથી સદી ફટકારી શક્યા નથી.

  • 05 Jan 2022 02:28 PM (IST)

    IND vs SA : અજિંક્ય રહાણેએ પણ ફિફ્ટી ફટકારી

    ચેતેશ્વર પૂજારા બાદ હવે અજિંક્ય રહાણેએ પણ ફિફ્ટી ફટકારી છે. બંને ખેલાડીઓએ ઝડપી રન બનાવ્યા છે અને રહાણેનો સ્ટ્રાઈક રેટ પણ 80ની નજીક છે.

  • 05 Jan 2022 02:26 PM (IST)

    IND vs SA :દક્ષિણ આફ્રિકાએ તક ગુમાવી

    સાઉથ આફ્રિકા પાસે અજિંક્ય રહાણેને આઉટ કરવાની તક હતી પરંતુ ફિલ્ડરોની ભૂલને કારણે યજમાન ટીમે આ તક ગુમાવી દીધી હતી. 31મી ઓવરનો બીજો બોલ રબાડા દ્વારા ફેંકવામાં આવ્યો હતો,

  • 05 Jan 2022 02:25 PM (IST)

    IND vs SA : પૂજારે અડધી સદી પૂરી કરી

    ચેતેશ્વર પૂજારાએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે એક રન બનાવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. પૂજારાની કારકિર્દીની આ 32મી ટેસ્ટ ફિફ્ટી છે. તેણે તેની છેલ્લી અડધી સદી ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઓવલ ખાતે બનાવી હતી. હવે તેનો પ્રયાસ તેને સદીમાં બદલવાનો રહેશે. પૂજારાએ બે વર્ષથી ટેસ્ટમાં સદી ફટકારી નથી.

  • 05 Jan 2022 02:11 PM (IST)

    IND vs SA :રહાણેનો બીજો શાનદાર શોટ

    દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે બોલિંગ બદલી અને કાગીસો રબાડાને લાવ્યો. રબાડાએ 27મી ઓવરનો પહેલો બોલ ફેંક્યો અને પછીના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. રહાણેએ દિવસની શરૂઆત કરી ત્યારથી તે સતત ચોગ્ગા ફટકારી રહ્યો છે.

  • 05 Jan 2022 02:01 PM (IST)

    IND vs SA : ભારતનો સ્કોર 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 108 રન

    ભારતનો સ્કોર 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 108 રન છે. ચેતેશ્વર પૂજારા 55 બોલમાં 43 અને અજિંક્ય રહાણે 39 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે.

  • 05 Jan 2022 01:50 PM (IST)

    IND vs SA : અજિક્ય રહાણે સિકસ ફટકારી

    રહાણેએ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને તેને સિક્સર ફટકારી.

  • 05 Jan 2022 01:45 PM (IST)

    IND vs SA : પૂજારાએ બીજો ચોગ્ગો ફટકાર્યો

    લુંગી એનગિડીની ઓવરના ત્રીજા બોલ પર પૂજારાએ બીજો ચોગ્ગો ફટકાર્યો હતો.ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે વચ્ચે 50 રનની ભાગીદારી થઈ છે.

  • 05 Jan 2022 01:37 PM (IST)

    IND vs SA :રહાણેએ ભારતનું ખાતું ખોલાવ્યું

    ત્રીજા દિવસે અજિંક્ય રહાણેએ ભારતનું ખાતું ખોલાવ્યું છે. તેણે યાનસનના બોલ પર બે રન લઈને ટીમનો સ્કોરબોર્ડ વધાર્યો અને ત્રીજા દિવસના પ્રથમ રન ભેગા કર્યા. આ સાથે ભારતનો સ્કોર 87 રન પર પહોંચી ગયો છે.

  • 05 Jan 2022 01:33 PM (IST)

    IND vs SA : ત્રીજા દિવસની રમત શરૂ

    ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર છે. મેચનો પ્રથમ કલાક બંને બેટ્સમેન માટે મહત્વપૂર્ણ છે. બંને બેટ્સમેનોએ દરેક બોલને ખૂબ જ કાળજીપૂર્વક રમવો પડશે અને દક્ષિણ આફ્રિકાના બોલરો પર દબાણ બનાવવું પડશે.

  • 05 Jan 2022 01:32 PM (IST)

    IND vs SA : ક્રિઝ પર પૂજારા અને રહાણે

  • 05 Jan 2022 01:29 PM (IST)

    IND vs SA :દક્ષિણ આફ્રિકાની નજર વિકેટ પર

    એક તરફ જ્યાં ભારતની નજર સાઉથ આફ્રિકાને દબાણમાં લાવવા અને મજબૂત લીડ લઈને તેની પકડ મજબૂત કરવા પર હશે, તો બીજી તરફ યજમાન ટીમના બોલરોએ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને શક્ય તેટલી ઝડપથી આઉટ કરવા પડશે. .કાગીસો રબાડા, લુંગી એનગીડી,  પાસે આ કામ પાર પાડવાની શક્તિ છે.

  • 05 Jan 2022 01:28 PM (IST)

    IND vs SA : ભારતીય ટીમ તૈયાર

  • 05 Jan 2022 01:25 PM (IST)

    IND vs SA :રહાણે-પુજારા પર નજર

    ભારતની ટેસ્ટ ટીમના બે અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા આજના દિવસની શરૂઆત કરશે. આ બંને ટીમ ઈન્ડિયાના સ્કોર 85/2થી ઈનિંગને આગળ લઈ જશે. બંને લાંબા સમયથી ફોર્મમાં નથી અને બધાને બંને તરફથી મોટી ઇનિંગની રાહ છે. આવી સ્થિતિમાં બંને પોતાના બેટથી મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરશે અને ટીમને મજબૂત લીડ અપાવશે.

Published On - Jan 05,2022 1:23 PM

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">