AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : ટેસ્ટ બાદ હવે શરૂ થશે ODIની લડાઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાદ હવે 19 જાન્યુઆરીથી ODI શ્રેણી શરૂ થવા જઈ રહી છે.

IND vs SA : ટેસ્ટ બાદ હવે શરૂ થશે ODIની લડાઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
India's ODI cricket team (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:56 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમને (Indian Team) દક્ષિણ આફ્રિકાએ (South Africa) ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પરાજય આપ્યો હતો. આ હારથી ભારતીય ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. જો કે હવે ટીમ પાસે વાપસીનો મોકો છે. ટેસ્ટ સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. જે આગામી બુધવારથી શરૂ થશે. આ વન ડે સિરીઝમાં કેપ્ટનશીપ કેએલ રાહુલના (KL Rahul) હાથમાં રહેશે. ચાહકોને આશા છે કે રાહુલ આ પ્રવાસનો અંત જીત સાથે કરશે.

ટેસ્ટ શ્રેણીથી વિપરીત વનડેમાં ભારતનો રેકોર્ડ અહીં ઘણો સારો છે. જ્યારે ભારતીય ટીમે છેલ્લે 2018માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે છ મેચની ODI શ્રેણી રમાઈ હતી. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ 5-1થી જીતી હતી. દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં ભારતની આ પ્રથમ જીત હતી. હવે રાહુલની કપ્તાનીમાં ટીમ પાસે ફરી આ સિદ્ધિ કરવાની તક છે. જો કે, તેમને દક્ષિણ આફ્રિકા તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે, જેણે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

જસપ્રીત બુમરાહ ટીમનો નવો વાઈસ કેપ્ટન આ સીરીઝ પહેલા ભારતે વિરાટ કોહલીથી લઈને રોહિત શર્માને વનડેની કેપ્ટનશીપ આપી હતી. જોકે રોહિત ઈજાના કારણે સીરિઝનો ભાગ નથી, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટનશિપ આપવામાં આવી છે, જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહે દક્ષિણ આફ્રિકા સામે બુધવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો આ તક આપવામાં આવે તો તે સન્માનની વાત હશે અને મને નથી લાગતું કે કોઈ ખેલાડી તેનો ઇનકાર કરશે અને હું પણ તેનો અપવાદ નથી. હું હંમેશા મારી શ્રેષ્ઠ ક્ષમતામાં યોગદાન આપવા માંગુ છું.

ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ ત્રણ મેચની વનડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ બે મેચ બોલેન્ડ પાર્કમાં રમાશે. છેલ્લી ODI કેપટાઉનમાં રમાશે. અગાઉ નક્કી કરાયેલા શેડ્યૂલમાં T20 સિરીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે તેને કોરોનાના સંજોગોને કારણે T20 રદ કરવામાં આવી છે.

19 જાન્યુઆરી (બુધવાર) – 1લી ODI – બોલેન્ડ પાર્ક, પાર્લ – 2 PM

21 જાન્યુઆરી (શુક્રવાર) – બીજી ODI – બોલેન્ડ પાર્ક, પાર્લ – 2 PM

23 જાન્યુઆરી (રવિવાર) – ત્રીજી ODI – ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન – 2 PM

આ પણ વાંચોઃ

ICC Women’s World Cup 2022: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કમિટીના સભ્ય શૈલેન્દ્રસિંહની ભારત વિમેન્સ ક્રિકેટ ટીમના મેનેજર તરીકે વરણી

આ પણ વાંચોઃ

Rohit Sharma બનશે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, BCCI મૂકશે આ મોટી શરત

g clip-path="url(#clip0_868_265)">