ICC Women’s World Cup 2022: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કમિટીના સભ્ય શૈલેન્દ્રસિંહની ભારત વિમેન્સ ક્રિકેટ ટીમના મેનેજર તરીકે વરણી

શૈલેન્દ્રસિંહ સોલંકી ન્યૂઝીલેન્ડ ખાતે રમાનાર આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડકપ અને વન ડે સીરિઝ માટે ભારત વુમન્સ ક્રિકેટ ટીમ સાથે મેનેજર તરીકે સેવા આપશે.

ICC Women's World Cup 2022: ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કમિટીના સભ્ય શૈલેન્દ્રસિંહની ભારત વિમેન્સ ક્રિકેટ ટીમના મેનેજર તરીકે વરણી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 4:35 PM

ICC Women’s World Cup 2022 : ICC મહિલા ODI વર્લ્ડ કપની છેલ્લી આવૃત્તિ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. મિતાલી રાજ (Mithali Raj)ની કપ્તાનીવાળી ભારતીય ટીમે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે ભારત ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. ગુજરાત ક્રિકેટ એસોસએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય શૈલેન્દ્રસિંહ સોલંકી (Shailendrasinh Solanki)ની બીસીસીઆઈ દ્વારા ભારત વિમેન્સ ક્રિકેટ ટીમના મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે. શૈલેન્દ્ર સિંહે ગુજરાત ટીમમાંથી રણજી ટ્રોફીની મેચો પણ રમેલી છે.

શૈલેન્દ્રસિંહ સોલંકીને અભિનંદન પાઠવ્યા

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારોએ શૈલેન્દ્રસિંહ સોલંકીની પસંદગી થવા બદલ તેમને અભિનંદન પાઠવેલા અને હર્ષની લાગણી અનુભવી છે. માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)એ ત્યાં પાંચ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. 15 સભ્યોની ટીમ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યાં તેઓ એક સપ્તાહ માટે હોટલમાં ક્વોરેન્ટાઈનમાં રહેશે. ટીમ 24 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ જવા રવાના થવાની ધારણા છે, ગુજરાતની યાસ્તિકા ભાટિયાને મહિલા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય મહિલા ટીમમાં સ્થાન મળ્યું છે. યાસ્તિકાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વન-ડે સીરિઝ તથા ટી-20 માટેની ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ગત વર્ષે યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ તારીખે રમાશે મેચ

ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 6 માર્ચે પોતાની પ્રથમ મેચ રમશે, 10 માર્ચે યજમાન ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. આ મેચ સેડન પાર્ક, હેમિલ્ટનમાં રમાશે. 12 માર્ચે ભારતીય ટીમ ફરીથી સેડન પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આ પછી તે તેની આગામી મેચ આ ટૂર્નામેન્ટના વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ સામે 16 માર્ચે રમશે.

ભારતે ફરીથી આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. આ મેચ 19 માર્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. ભારત 22 માર્ચે બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સેડન પાર્ક, હેમિલ્ટનમાં રમાશે. 27 માર્ચે ભારતીય ટીમ ક્રાઈસ્ટ ચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. સેમિફાઈનલ 30-31 માર્ચ અને ફાઈનલ 3 એપ્રિલના રમાશે.

ICC મહિલા વિશ્વ કપ 2022 અને ન્યુઝીલેન્ડ ODI માટે ભારતીય ટીમ:

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ , સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા. રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ.

આ પણ વાંચો: શું મેદાન પર Virat Kohliની આક્રમકતા ખરાબ વર્તનની નિશાની છે?

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">