AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma બનશે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, BCCI મૂકશે આ મોટી શરત

ODI અને T20 બાદ હવે રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે, BCCI દક્ષિણ આફ્રિકાની ODI સિરીઝ બાદ તેના નામની જાહેરાત કરી શકે છે.

Rohit Sharma બનશે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, BCCI મૂકશે આ મોટી શરત
Rohit Sharma (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:38 PM
Share

વિરાટ કોહલી (Virat Kohli)એ ટેસ્ટ કેપ્ટનશિપ છોડતાની સાથે જ તમામ ચાહકોના મનમાં સવાલ ઉઠ્યો હતો કે ટીમની કમાન કયા ખેલાડીને સોંપવામાં આવશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો BCCIએ નવા ટેસ્ટ કેપ્ટનનો નિર્ણય લીધો છે અને દક્ષિણ આફ્રિકાની ODI શ્રેણી પછી સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઈનસાઈડ રિપોર્ટના અહેવાલ મુજબ રોહિત શર્મા (Rohit Sharma) નવો ટેસ્ટ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. રોહિત શર્માને સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે વિરાટના રાજીનામા બાદ તે ટીમની કમાન સંભાળશે.

રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવતા પહેલા BCCI તેની સાથે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ વાત કરશે. અહેવાલો અનુસાર પસંદગીકારો રોહિત શર્મા સાથે વર્કલોડ અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાત કરશે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર ‘વર્કલોડ ખૂબ જ વધારે છે. રોહિત શર્માએ પોતાને ફિટ રાખવાનું છે. પસંદગીકારો તેની સાથે વાત કરશે અને તેણે ફિટનેસ પર વધારાનું કામ કરવું પડશે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે. છેલ્લા એક વર્ષમાં તે બે વખત તેનો શિકાર બન્યો છે. રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો અને ટેસ્ટ અને વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. એટલા માટે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી સોંપવી પણ એક મોટું જોખમ ગણી શકાય.

રોહિત શર્માનું ડેપ્યુટી કોણ હશે તે મુદ્દે બીસીસીઆઈના અધિકારીએ પણ મોટી વાત કહી. BCCIના અધિકારીએ કહ્યું, ‘વાઈસ-કેપ્ટન ટીમ ઈન્ડિયાનો આગામી લીડર હશે. કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ તમામ ભાવિ નેતાઓ છે. પસંદગીકારોએ ઘણું વિચારવું પડશે કે ટીમનો નવો વાઈસ કેપ્ટન કોણ હશે?

આ પણ વાંચો: IPL 2022: ખેલાડી સાથે ઈજા પછી ઓક્શનમાં કરોડોનો વરસાદ થશે, 3 ટીમો બનાવવા માગે છે કેપ્ટન

આ પણ વાંચો: Novak Djokovic lands in Dubai : ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ થયા બાદ નોવાક જોકોવિચ દુબઈ પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">