Gujarat Video: નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માંગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં નવરાત્રીમાં સિક્યુરિટી ગાર્ડસ અને બાઉન્સર રાખવામાં આવતા હતા. જેથી સલામતી અને સુરક્ષા સાથે વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવામાં મદદ મળી શકે. પરંતુ હવે નાના અને મધ્યમ શહેરોમાં પણ બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડસની માંગ વધી છે. બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડઝ રાખવાની સૌથી મોટી જરુરિયાત હાલમાં સામે આવતા અસામાજિકરુપના કિસ્સાઓ સામે રક્ષણ આપવાને લઈ છે. જેમકે રાત્રી દરમિયાન યુવતીઓ અને બાળકીઓ મોટા પ્રમાણમાં ગરબે ઘૂમતી હોય છે. આ દરમિયાન જેની સામે રોમીયો છાપ યુવાનો ખેલૈયાઓને પરેશાનના કરે એ માટે થઈને આ પ્રકારની સલામતી વ્યવસ્થા મહત્વની છે.

Follow Us:
| Updated on: Oct 14, 2023 | 8:59 PM

રાજ્યમાં નવરાત્રીનો માહોલ રવિવારથી જામવા લાગશે. આ દરમિયાન ગુજરાતમાં નવરાત્રી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અપાર આનંદ અને ઉત્સાહ સાથે ઉત્વસની ઉજવણી થાય એ માટે આયોજન કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં નવરાત્રીમાં સિક્યુરિટી ગાર્ડસ અને બાઉન્સર રાખવામાં આવતા હતા. જેથી સલામતી અને સુરક્ષા સાથે વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવામાં મદદ મળી શકે. પરંતુ હવે નાના અને મધ્યમ શહેરોમાં પણ બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડસની માંગ વધી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને દિવાળીના તહેવારોમાં સ્વચ્છ રાખવા અનોખુ આયોજન, 5000 ડસ્ટબીન મુકાશે, જુઓ Video

બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડઝ રાખવાની સૌથી મોટી જરુરિયાત હાલમાં સામે આવતા અસામાજિકરુપના કિસ્સાઓ સામે રક્ષણ આપવાને લઈ છે. જેમકે રાત્રી દરમિયાન યુવતીઓ અને બાળકીઓ મોટા પ્રમાણમાં ગરબે ઘૂમતી હોય છે. આ દરમિયાન જેની સામે રોમીયો છાપ યુવાનો ખેલૈયાઓને પરેશાનના કરે એ માટે થઈને આ પ્રકારની સલામતી વ્યવસ્થા મહત્વની છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવતી હોય છે, પરંતુ પ્રાથમિક રુપે આ પ્રકારની વ્યવસ્થા પોલીસને માટે પણ મહત્વની ભૂમિકા અદા આવા ગાર્ડઝ દ્વારા મળતી હોય છે.

નાના અને મધ્યમ શહેરોમાં વધી માંગ

હાલમાં જે રીતે મોટા શહેરોમાં બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડઝની માંગનો વધારો જોવા મળી રહ્યો છે. એવો જ વધારો નાના અને મધ્યમ શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. મધ્યમ અને નાના શહેરોમાં પરંપરાગત ગરબાની નવરાત્રી સાથે આધુનિક ગરબાના આયોજનોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સહેજે 10-20 હજાર લોકો નવરાત્રી જોવા અને 1000-2000 લોકો એક સાથે ગરબા ગાતા ખેલૈયાઓ હોય એવા આયોજનમાં વધારો થયો છે. આવા આયોજનમાં સલામતી અને સુરક્ષા જાળવવી એ મોટો પડકાર હોય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગત નવરાત્રી દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ નવરાત્રીના ચાલુ ગરબા વખતે રોકી દઈને અટકાવવા પડ્યા હતા. આવી સ્થિતિને લઈ આ વર્ષે સિક્યુરિટી વ્યવસ્થા વધારે મજબૂત કરવાની આવશ્યકતા સર્જાઈ છે. આવા સંજોગોમાં આયોજકોએ પોતે જ સલામતીની વ્યવસ્થા કરી હોય તો તે મહત્વની બની રહે છે.

1200 થી રુપિયાથી શરુ થાય છે બાઉન્સર ભાડુ

પ્રતિ દિવસના 1200 રુપિયાથી બાઉન્સરનુ ભાડુ શરુ થતુ હોય છે. જેમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે અને એ પ્રમાણે બાઉન્સરની પ્રતિ દિવસના રેટ વધતા જતા હોય છે. જ્યારે ગાર્ડઝનો દર 600 રુપિયાથી શરુ થાય છે. દરમાં ડ્રેસિંગ અને વયના પ્રમાણમાં વધઘટ રહેતી હોય છે. વધુ વયના ગાર્ડઝને ટ્રાફિક મેનેજમેન્ટનુ કામ સોંપવામાં આવતુ હોય છે. આવો અનુભવ ધરાવતા ગાર્ડઝની પણ માંગ વધારે રહે છે.

સિક્યુરિટી એજન્સી ચલાવતા હિંમતનગરના જયેશ પટેલે કહ્યુ હતુ કે, છેલ્લા ત્રણ વર્ષથી સતત બાઉન્સર અને ગાર્ડઝની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોનો ઉત્સવ હોઈ યુવાનીના જોશમાં કોઈ ભૂલ કરે તો તેને સમજાવવાથી લઈ ધાર્મિક ઉત્સવ હોઈ ઉત્સાહ જળવાઈ રહે એ પ્રકારના પ્રશિક્ષિત ગાર્ડઝ અને બાઉન્સર પૂરા પાડવામાં આવે છે. નાના અને મધ્યમ શહેરોમાં આ પ્રકારે સલામતીને લઈ ચિંતા હવે વિશેષ જોવા મળી રહી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">