IND vs ENG: T20 સિરીઝ પહેલા જ ભારતીય ટીમ માટે માઠા સમાચાર, યોર્કર કિંગ નટરાજન બહાર થઇ શકે છે

ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચેની પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી 12મી માર્ચ થી શરુ થનારી છે. અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં શ્રેણીની તમામ પાંચેય મેચ રમાનારી છે.

IND vs ENG: T20 સિરીઝ પહેલા જ ભારતીય ટીમ માટે માઠા સમાચાર, યોર્કર કિંગ નટરાજન બહાર થઇ શકે છે
T Natarajan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 10, 2021 | 9:39 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચેની પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી 12મી માર્ચથી શરુ થનારી છે. અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં શ્રેણીની તમામ પાંચેય મેચ રમાનારી છે. ટીમ ઇન્ડીયા (Team India) ટેસ્ટ શ્રેણીની જબરદસ્ત જીત સાથેના આત્મવિશ્વાસ સાથે T20 સિરીઝમાં ઉતરશે. ભારતે ઇંગ્લેંડ સામે 3-1 થી શાનદાર જીત ટેસ્ટ શ્રેણીમાં મેળવી હતી. જોકે હવે T20 શરુઆત પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એ વાતની જાણકારી સામે આવી રહી છે કે, મર્યાદિત ઓવરોના સ્પેશિયાલીસ્ટ ટી નટરાજન (T Natarajan) ઇંગ્લેંડની સામેની મેચ પહેલા જ બહાર થઇ શકે છે.

ઇએસપીએન ક્રિક ઇંફો મુજબ નટરાજન હાલના સમયે બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઇજાથી સ્વસ્થ થવા માટે રિહેબિલેટેશનલથી પસાર થઇ રહ્યો છે. તેની ઇજાની પ્રકૃતી અને તેને ઠીક થવાનો યોગ્ય સમયનો અંદાજ લગાવાઇ નથી શકાયો. એનસીએ પણ આ વાતને સમજી છે અને એટલા માટે જ તેને લઇને ટીમ મેનેજમેન્ટને આ અંગે જાણકારી પાઠવી દીધી છે. જોકે BCCI તરફથી આ અંગે કોઇ જ અપડેટ આપવામાં આવ્યુંં નથી.

યુએઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઇપીએલ 2020માં નટરાજને પોતાની બોલીંગ વડે લોકોને પ્રભાવિત કર્યા હતા. તેની બોલીંગને લઇને તે યોર્કર કિંગ તરીકે ઓળખાવા લાગ્યો હતો. તામિલનાડુનો બોલર પોતાની બોલીંગથી હરકોઇને આકર્ષી રહ્યો હતો. તેના બાદ તેને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે વરુણ ચક્રવર્તીના બહાર થવા પર ટી નટરાજનને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટીમ એ નટરાજનને આઇપીએલ પ્રદર્શન અને તેની કાબેલિયતને જોઇને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે શ્રેણીમાં ત્રીજી મેચમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન નટરાજને પોતાની બોલીંગની છાપ છોડી હતી. અત્યાર સુધીમાં નટરાજને એક વન ડે અને ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચ રમી છેેે, જ્યારે એક ટેસ્ટ મેચ પણ રમી છે.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">