AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: શિખર ધવન અને રોહિત શર્માની ભાગીદારી રમતમાં ખાસ ઉપલબ્ધી, ગિલક્રિસ્ટ અને હેડન પાછળ

ઈંગ્લેન્ડ (England) સામે વન-ડે સિરીઝમાં ત્રીજી અને નિર્ણાયક મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan)ની ઓપનીંગ જોડીએ શાનદાર રમત રમી હતી.

IND vs ENG: શિખર ધવન અને રોહિત શર્માની ભાગીદારી રમતમાં ખાસ ઉપલબ્ધી, ગિલક્રિસ્ટ અને હેડન પાછળ
Rohit Sharma-Shikhar Dhawan
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 28, 2021 | 8:16 PM
Share

ઈંગ્લેન્ડ (England) સામે વન-ડે સિરીઝમાં ત્રીજી અને નિર્ણાયક મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan)ની ઓપનીંગ જોડીએ શાનદાર રમત રમી હતી. બંનેએ ઓપનીંગ રમત સાથે ઓસ્ટ્રેલીયાની મહાન પૂર્વ ઓપનીંગ જોડીને હવે તેમણે પાછળ મુકી દીધી છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ જોડી એડમ ગિલક્રિસ્ટ (Adam Gilchrist) અને મેથ્યૂ હેડન (Matthew Hayden)ને હવે રોહિત-ધવનની જોડીએ પાછળ મુકી દીધી છે. બંને ભારતીયોએ શાનદાર શરુઆત ઈંગ્લેન્ડ સામેની વન ડેમાં કરી હતી, બંનેએ 103 રનની ભાગીદારી રમત રમી હતી. વન ડે શ્રેણી (ODI Series)માં આ 17મી વખત રોહિત ધવનની જોડીએ શતકીય ભાગીદારી રમત ઓપનીંગ રુપે રમી હતી. બંને 16મી વખત શતકીય પાર્ટનરશીપ કરી હતી.

વન ડે ક્રિકેટમાં ઓપનરના રુપમાં સૌથી વધારે શતકીય ભાગીદારી રમત રમનારા ખેલાડીઓમાં સચિન અને ગાંગુલીનું નામ છે. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી આ મામલે ટોચ પર નામ ધરાવે છે. બંને બેટ્સમેનોએ 50 ઓવરમાં ક્રિકેટમાં ઓપનીંગ કરતા 21 વખત શતકીય ભાગીદારી રમત રમી હતી તો વળી વન ડે ક્રિકેટમાં ઓવરઓલ શતકીય ભાગીદારી રમતમાં રોહિત શર્મા અને શિખર ધવન ચોથા નંબર પર છે.

ઓવર ઓલ ભાગીદારીની વાત કરીએ તો સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની મહાન જોડીએ ટીમ ઈન્ડીયા તરફથી વન ડે ક્રિકેટમાં 26 વખત શતકીય ભાગીદારી નોઁધાવી હતી. આ લીસ્ટ મુજબ ચોથા નંબર પર હવે શિખર અને રોહિતની જોડી છે. જેમણે 17મી વખત ભાગીદારી કરી છે. આ યાદીમાં બીજા નંબર પર શ્રીલંકાના તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારાની જોડી છે. જેમણે 10 વખત આ પ્રકારની રમત રમી છે. ત્રીજા સ્થાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રીજા સ્થાન પર છે, બંનેએ 18 વાર શતકીય ભાગીદારી રમી છે.

આ પણ વાંચો: સચિન-યુસુફ પઠાણ બાદ એસ બદ્રીનાથ કોરોના પોઝિટીવ, ટુર્નામેન્ટ રમ્યા બાદ ત્રીજા પૂર્વ ક્રિકેટર ચપેટમાં

g clip-path="url(#clip0_868_265)">