AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન-યુસુફ પઠાણ બાદ એસ બદ્રીનાથ કોરોના પોઝિટીવ, ટુર્નામેન્ટ રમ્યા બાદ ત્રીજા પૂર્વ ક્રિકેટર ચપેટમાં

તાજેતરમાં જ રાયપુરમાં વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝ (World Road Safety Series) રમાઈ હતી. જે સિરીઝને સચિન તેંડુલકરની આગેવાની ધરાવતી ઈન્ડીયા લિજેન્ડ (India Legend)ટીમ દ્વારા જીતી લેવાઈ હતી.

સચિન-યુસુફ પઠાણ બાદ એસ બદ્રીનાથ કોરોના પોઝિટીવ, ટુર્નામેન્ટ રમ્યા બાદ ત્રીજા પૂર્વ ક્રિકેટર ચપેટમાં
S Badrinath
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 28, 2021 | 7:05 PM
Share

તાજેતરમાં જ રાયપુરમાં વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝ (World Road Safety Series) રમાઈ હતી. જે સિરીઝને સચિન તેંડુલકરની આગેવાની ધરાવતી ઈન્ડીયા લિજેન્ડ (India Legend)ટીમ દ્વારા જીતી લેવાઈ હતી. પરંતુ હવે ટીમ ઈન્ડીયા લિજેન્ડના એક બાદ એક ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવવા લાગ્યા છે. પહેલા કેપ્ટન સચિન તેંડુલકર (Sachin Tendulkar) કોરોના પોઝિટીવ જણાયા બાદ, યૂસુફ પઠાણ (Yusuf Pathan) અને હવે બાદમાં એસ બદ્રીનાથ પણ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આવી છે. આ વાતની જાણકારી તેઓએ ટ્વીટ કરીને આપી હતી.

તેણે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, હું લગાતાર જરુરી સાવધાની દાખવી રહ્યો હતો અને સતત ટેસ્ટ પણ કરાવતો રહેતો હતો. જોકે હાલમાં મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. હું તમામ પ્રોટોકોલનું પાલન કરીશ અને ઘરે જ આઈસોલેટ રહીશ, સાથે જ મારા ફિઝીશિયનની સલાહનુસાર જરુરી પગલા પણ ઉઠાવીશ. પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહેશો.

ઈન્ડીયા લિજેન્ડ ટીમે વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝની ફાઈનલમાં શ્રીલંકા લીજેન્ડને હરાવીને ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. ઈન્ડીયા લિજેન્ડ ટીમમાં સચિન સાથે રમત રમનાર ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે. સિરીઝમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્ઝ સહિત મહાન ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિને જે સિરીઝમાં 7 મેચ રમીને 223 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs ENG: ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમ્યાન કોહલી ટોસ જીતવા માટે પણ તરસી ગયો, ફેન્સે લીધી મજા, જુઓ

g clip-path="url(#clip0_868_265)">