AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: જસપ્રિત બુમરાહે બોલીંગ કરવા મુશ્કેલીનુંં કારણ બતાવ્યુ, કોરોના નિયમને લઇ તકલીફ

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) એ શુક્રવારે કહ્યુ હતુ કે, બોલને ચમકાવવા માટે પરસેવો પ્રભાવશાળી નથી. ઇંગ્લેંડે ચેપકની બેજાન પિચ પર ભારત સામે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ (Test Cricket match) માં શરુઆતના પ્રથમ દિવસે જ 263 રન કરી લીધા હતા.

IND vs ENG: જસપ્રિત બુમરાહે બોલીંગ કરવા મુશ્કેલીનુંં કારણ બતાવ્યુ, કોરોના નિયમને લઇ તકલીફ
Jasprit Bumrah
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2021 | 1:30 PM

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) એ શુક્રવારે કહ્યુ હતુ કે, બોલને ચમકાવવા માટે પરસેવો પ્રભાવશાળી નથી. ઇંગ્લેંડે ચેપકની બેજાન પિચ પર ભારત સામે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ (Test Cricket match) માં શરુઆતના પ્રથમ દિવસે જ 263 રન કરી લીધા હતા. જેમાં કેપ્ટન જો રુટે (Joe Root) 100 મી ટેસ્ટ રમતા શતક લગાવી દીધુ હતુ. તે બિજા દિવસની રમતની શરુઆતે 128 રન સાથે રમતમાં હતો. એસજી બોલ 40 ઓવર બાદ નરમ પડવા લાગી છે. બુમરાહએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, બોલ કેટલાક સમય બાદ નરમ પડવા લાગી છે. જ્યારે વિકેટ સપાટ હતી અને તેનાથી ઉછાળ મળી રહ્યો નહોતો. તમારી પાસે બોલ ચમકાવવા માટે ખૂબ ઓછા વિકલ્પ છે. અમે લિમીટેડ ઓપ્શન વચ્ચે ઉપાય શોધવાની કોશિષ કરી રહ્યા છીએ.

ભારત તરફથી પ્રથમ દિવસે બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. બુમરાહે સ્વિકાર કર્યો હતો કે, બોલની ચમક બનાવી રાખવી એ મુશ્કેલ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કોવિડ-19 મહામારીને લઇને લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. બુમરાહનુંં કહેવુ છે, કે હાં આ ત્યારે મુશ્કેલ બની જાય છે, જ્યારે બોલ નરમ બની જાય છે. કોવિડ-19 ના નિયમોના કારણે તમે એને ચમકાવી પણ નથી શકતા. અમે લાળનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે બોલની ચમકને બનાવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો આ શાકભાજી
આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત

તેમણે કહ્યુ હતુ કે, બોલને રિવર્સ સ્વિંગ મેળવવા માટે પરસેવો સારો વિકલ્પ નથી, જે લાળ જેવો પ્રભાવી નથી હોતો. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં બોલને આસાનીથી ખુરદુરી થઇ જાય છે. આ માટે તમારે તેનો એક હિસ્સો ચમકાવવો પડે છે. જોકે પરસેવાથી તે શક્ય નથી. તમે પરસેવાથી એક હિસ્સાને ભારે કરી શકતા નથી અને તેનાથી ફાયદો પણ નથી થઇ શકતો. જોકે આ નિયમ છે અને અમે પરિસ્થીતીઓના અનુસાર જ આગળ વધીશુ.

g clip-path="url(#clip0_868_265)">