IND vs ENG: England સામેની ચોથી ટેસ્ટમાંથી જસપ્રિત બુમરાહ થયો બહાર, ટીમ ઇન્ડીયાને મોટો ઝટકો

ભારતીય ટીમ (Team India) ને ઇગ્લેંડની સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) વ્યક્તિગત કારણોસર ટેસ્ટ મેચથી બહાર થઇ ગયો છે.

IND vs ENG: England સામેની ચોથી ટેસ્ટમાંથી જસપ્રિત બુમરાહ થયો બહાર, ટીમ ઇન્ડીયાને મોટો ઝટકો
Jaspreet Bumrah
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 27, 2021 | 3:57 PM

ભારતીય ટીમ (Team India) ને ઇગ્લેંડની સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) વ્યક્તિગત કારણોસર ટેસ્ટ મેચ થી બહાર થઇ ગયો છે. બુમરાહએ આ માટે BCCI ને અનુરોધ કર્યો હતો, જેને બોર્ડે સ્વિકાર કરી લીધો છે. બુમરાહ આ સિરીઝની પ્રથમ અને ત્રીજી ટેસ્ટ મેચ રમ્યો હતો, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ભારત હાલમાં ઇગ્લેંડ સામે શ્રેણીમાં 2-1 થી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલમાં પહોંચવાને લઇને સંભાવનાઓ વધારે છે. ભારતે હવે ચોથી મેચને જીતવાની અથવા ડ્રો કરવાની જરુરિયાત છે.

બીસીસીઆઇએ બુમરાહ ટીમની બહાર થવા પર નિવેદન આપતા કહ્યુ હતુ. કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહએ ઇંગ્લેંડની સામે ચોથી ટેસ્ટથી હટી જવા માટે બોર્ડથી ખાસ અનુરોધ કર્યો હતો. કોરોના કાળમાં ભારતીય ટીમ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરુઆત કરનાર આ બોલર સતત ક્રિકેટ રમી રહ્યો હતો. તેણે યુએઇમાં આઇપીએલ 2020માં હિસ્સો લીધો હતો, જ્યાં મુંબઇ ઇન્ડીયન્સએ રેકોર્ડ પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા હતા. જેના બાદ ઓસ્ટ્રેલીયાની સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં અને ટેસ્ટ શ્રેણીનો પણ હિસ્સો રહ્યો હતો.

જસપ્રિત બુમરાહ મર્યાદિત ઓવરની શ્રેણીમાં રમશે કે નહી એ અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી. બુમરાહની પસંદગી ઇંગ્લેંડની સામે પાંચ મેચોની T20 શ્રેણી માટે થઇ હતી. પરંતુ કોરોના પ્રોટોકોલથી બહાર જવાને લઇને તેના રમવાને લઇને હવે અનિશ્વિતતા સર્જાઇ છે. બુમરાહ ટીમની સાથે ફરી થી ક્યારે જોડાશે, એ અંગે હજુ કંઇ પણ કહી શકાય એમ નથી. તેનો ચોથી ટેસ્ટ મેચ થી બહાર થવાના પહેલા એવી આશા દર્શાવવામાં આવી રહી હતી કે, તેને T20 શ્રેણીમાં આરામ આપવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઋદ્ધીમાન સાહા, આર અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, મહંમદ સિરાજ, ઉમેશ યાદવ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">